આધેડે પત્નીને સંબોધીને વોટ્સએપ ” આવતા જન્મમાં મળીશું ” સ્ટેટ્સ મૂકીને આપઘાત કર્યો , સ્યુસાઈડ નોટમાં જણાવી હકીકત..

આપણે સૌ કોઈ જાણીએ છે કે, ગુજરાતમાં અનેક પ્રકારના આત્મહત્યાના બનાવો બની રહ્યા છે. ત્યારે હાલમાં જ આડેધએ પોતાનું જીવન ટૂંકાવી લીધું.સૂત્ર દ્વારા જાણવા મળ્યું છે કે, મહિસાગર જિલ્લાના સાવલીમાં રહેતા અમિતકુમાર પરમારના મામા રમેશભાઈ રત્નાભાઇ માહ્યાવંશી રહે.મહાલક્ષ્મી એવન્યુ બલીઠા વાપીના લગ્ન પાંડવા મૂકામે થયા હતા અને તેઓ વાપીમાં પરિવાર સાથે રહેતા હતા. તેમને સંતાનમાં એક દીકરો ઉં.20 અને તેનાથી નાની દિકરી ઉં.18 છે.

રમેશભાઇ ખાનગી કંપનીમાં ડ્રાઇવર તરીકે નોકરી કરતા હતા. તા.16 ઓક્ટોબરના સાંજના ચાર વાગ્યાના અરસામાં વાપીથી રમેશભાઈ સાવલી ગયા હતા. ત્યાં ભાણા અમિતકુમારને કહેલ કે મામીને કામકાજ બાબતે ઠપકો આપતા તે દિકરા અને દિકરીને લઈ પાંડવા આવી ગઇ હતી.તા.18 ઓકટોબરના રોજ રમેશભાઇએ વોટ્સએપ પર સ્ટેટસ મૂક્યું હતું જેમાં લખેલ કે જ્યોતિ હવે આવતા જનમમાં મળીશુ બાય.

રમેશભાઈ પત્નીને ફોન કરેલ કે, હું છોકરાઓને લેવા આવુ છુ, ત્યારે પત્નીએ કહ્યું કે અહીંયા આવશો તો તમારા હાથ-પગ તોડી નાખીશું કહી જાનથી મારી નાખવાની ધમકી આપે છે. પિયર પક્ષના સાસુ-કમળાબેન, સાળી-કૈલાશબેન, સાળા-નરેશભાઇ, સાળી- કલાબેન, સાળી હંસાબેન અને પત્ની જ્યોતિબેન લગ્ન સમયથી પૈસાની લેવડદેવડ તેમજ નાની બાબતોમાં હેરાન કરી ત્રાસ આપતા હતા. આ બાબતે કંટાળી આત્મહત્યા કરી લેવાની રમેશભાઈએ વાત કરી હતી.

રમેશભાઈના સ્ટેટ્સના કારણે અમીતકુમારે મામાને ફોન કરી પૂછેલ કે આવુ સ્ટેટ્સ કેમ મૂક્યું છે, તેમ છતાં તેઓ કંઇ બોલ્યા ન હતા અને મામી ફોન ઉપાડતા ન હોવાનું જણાવ્યુ હતુ. અમિતભાઈએ કહ્યું કે ફોનમાં કહ્યું હતું કે, નર્મદા કેનાલમાં પડવા જઉ છુ,તારી મામી જ્યોતિને ફોન કરૂ છું પણ ફોન ઉપાડતી નથી, જો તુ જ્યોતિ સાથે મને વાત કરાવો તો હું કેનાલમાં નહી પડું, ભાણીયા અમિતકુમારે મામીને ફોન કરી સમગ્ર વાત કરતા તેણે કહ્યું હતું કે નર્મદા કેનાલમાં પડવા દો,તેને મરી જવા દો, આ ઘટનામાં રમેશભાઇને વારંવાર ફોન કરવા છતાં તેઓ ફોન ઉપાડતા ન હતા.

થોડા સમય બાદ ફરી ફોન કરતા કોઇ અજાણ્યા ઇસમે ફોન ઉપાડી કહેલ કે ફોનવાળા ભાઈ કેનાલમાં કૂદી ગયા છે.પરિવારજનો બનાવ સ્થળે પહોંચતા મામા રમેશભાઈનો થેલો અને ડાયરીમાંથી સુસાઇડ નોટ મળી આવી હતી. આ બાદ મૃતક રમેશભાઇની કેનાલમાં શોધખોળ કરતા શુક્રવાર સવારે ડાભસર ગામની સીમમાંથી મહી કેનાલમાંથી લાશ મળી આવી હતી.

મૃતક રમેશભાઇના ભાણા અમિતકુમાર પરમારની ફરિયાદ આધારે સેવાલિયા પોલીસે છ વ્યક્તિઓ વિરુદ્ધ ફરિયાદ નોંધી છે.પોલીસે કબ્જે કરેલ ડાયરીમાં સુસાઇડ નોટ મળી આવી હતી. જેમાં પત્ની, સાસુ, સાળા, અને ત્રણ સાળી મારૂ ઘર ચાલવા દેતા નથી, આપને નમ્ર અરજ, મને મારા ઘરના સંબંધીઓ, કંબોપાના ગ્રામજનો ન્યાય આપો તેવી મારી લાગણી ભરી આશા રાખુ છું. હાલમાં આ સમગ્ર બનાવ અંગે પોલીસે તપાસ શરૂ કરી છે.

તમે અહીંથી શેર કરી શકો છો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *