જાણો કેવી રીતે કીંજલ હાર્દિક ની જીવનસાથી બની ?? કિંજલ જણાવ્યુ કે તે હાર્દિક ને
હાલમાં ગુજરાતમાં ચૂંટણીનો માહોલ આવી ગયો છે, આગામી 1 અને 5 ડિસેમ્બરના રોજ ગુજરાતમાં ચૂંટણીનો મહાજંગ ખેલાશે. આ વર્ષે ભાજપ માટે કપરો સમય છે કારણ કે આપ પાર્ટી ગુજરાતમાં પરિવર્તન લાવવા માંગે છે પરંતુ ભાજપ સાથે ગુજરાતના પ્રજાજનો ભરોસો છે. આપણે જાણીએ છે કે અનેક પાર્ટીઓના નેતાઓ ભાજપમાં જોડાયા છે ત્યારે એ લોકોને પણ ટિકિટ મળશે કે નહીં એ તો આવનાર દિવસોમાં ખબર પડશે ત્યારે સૌથી મોટો ચર્ચાનો વિષય કોઈ હોય તો તે છે, હાર્દિક પટેલ.

હાલાં જ હાર્દિક પટેલની પત્નીએ દિવ્ય ભાસ્કરને આપેલ ઇન્ટરવ્યૂમાં જણાવ્યું છે કે, હાર્દિક પટેલને ક્યાં પદમાં જોવા માંગે છે. દિવ્ય ભાસ્કર દ્વારા હાર્દિકની પત્ની કિંજલ પટેલને પૂછવામાં આવ્યું હતું કે, હાર્દિકને તમે કયાં સ્થાન પર જોવા માગો છો? આ સવાલ નો જવાબ આપતા કહ્યું કે, હું હાર્દિકને વિરમગામના ધારાસભ્ય તરીકે જોવા માગું છું. તેઓ ધારાસભ્ય બનવા માટે લાયક અને સક્ષમ પણ છે. એટલું જ નહીં, તેઓ ધારાસભ્ય બનશે તો વિરમગામનો વધુ સારી રીતે વિકાસ થઈ શકશે.

કિંજલ પટેલ હાર્દિકની જીવનસાથી કઈ રિતે બની તે અંગે જાણીએ અને હાર્દિક પટેલ અંગે શું મહત્વની વાર કહી..હું લગ્ન પહેલાંથી એટલે કે વર્ષ 2012થી તેમને ઓળખું છું. મેં અગાઉ તેમના કાર્યક્રમમાં પણ હાજરી આપી છે. તેમને જોઈને મને એવું ચોક્કસ હતું કે એ કંઈક બનશે જ, પરંતુ આટલો મોટો ચહેરો બનશે એની મને પણ કલ્પના ના હતી.

કિંજલ પટેલ બાળકનું દૃષ્ટાંત આપતા હાર્દિક પટેલ વિષે કહ્યું કે,બાળક નાનું હોય ત્યારે એટલું સમજણું ન હોય, પરંતુ જેમ જેમ મોટું થાય તેમ તેમ તેનામાં સમજણ આવતી જાય છે. આ ફરક માત્ર મેચ્યોરિટીનો હોય છે. હાર્દિકમાં પણ સમયાતંરે પરિપક્વતા આવતી જાય છેહાર્દિકે વધુ સંઘર્ષ કર્યો છે, પરંતુ આજે મને એવું લાગે છે કે ધીરજનાં ફળ મીઠાં હોય છે.

દિવ્યભાસ્કર ઇન્ટરવ્યૂમાં પૂછ્યું હતું કે, શું કિંજલ ભવિષ્યમાં રાજનીતિમાં આવશે ? આ સવાલ અંગે કિંજલ પટેલ જવાબ આપ્યો હતો કે, અત્યારે હું હા પણ ન કહી શકું અને ના પણ ન કહી શકું, પરંતુ એક વાત ચોક્કસ છે કે જો હાર્દિકને જરૂર હશે તો હું ચોક્કસ રાજનીતિમાં આવીશ. હાલમાં જ્યારે ભાજપ પોતાના ઉમેદવાર જાહેર કરશે ત્યારે જોવાનું રહ્યું કે, શું હાર્દિક પટેલને વિરમગામની બેઠક પર ટિકિટ મળશે અને હાર્દિક પટેલની પત્નીનું સપનું પૂરું થશે કે નહીં એ તો 8 ડિસેમ્બરે જ ખબર પડશે.

