મોરબી બ્રીજ ટુટવાની ઘટના મામલે રાજભા ગઢવી આકરા પાણીએ ! કીધુ કે “મોદી સાહેબ આવ્યા અને હોસ્પિટલ તૈયાર…..જુઓ વિડીઓ
છેલ્લુ એક અઠવાડીયું ગુજરાત અને મોરબી માટે ખુબજ કપરુ અને દુખદ સાબીત થયું છે ત્યારે હજી પણ લોકો ના આસું સુકાયા નથી ત્યારે આ ઘટના મામલે લોકો મા ઘણો રોશ જોવા મળી રહ્યો છે ત્યારે આ મામલે ઘણા કલાકારો અને નામી ચેહરાઓ એ પણ રોષ ઠાલવ્યો હતો ત્યારે ત્યારે આ ઘટના બાદ તંત્ર દ્વારા કરવામાં આવેલી કાર્યવાહી પર સવાલ ઉભા થઇ રહ્યા છે.
ત્યારે આ ઘટના બાદ દેશ ના પીએમ મોદી મોરબી ઘટના સ્થળની મુલાકાત લેવા પહોંચ્યા હતા. અને બાદમાં મોરબી સિવિલ હોસ્પિટલમાં દર્દીઓને પણ મળ્યા હતા. જ્યારે પી.એમ મોદી મોરબી હોસ્પિટલ એ જવાના હતા એ પહેલા ત્યા હોસ્પિટલ મા રંગ કામ અને સમારકામ થતું હોય તેવા વિડીઓ વાયરલ થયા હતા લોકો મા રોષ જોવા મળ્યા હતો કે પી.એમ આવે છે એટલે આ બધુ થાઈ છે.
ત્યારે આ બાબત ને લઈ ને વિરોધ પક્ષો એ ખાસો વિરોધ કર્યો હતો જ્યારે હવે આ બાબત ડાયરા નો પણ વિષય બન્યો છે. લોકડાયરાના કલાકાર રાજભા ગઢવીએ પોતાના ડાયરામાં મોરબી સિવિલ હોસ્પિટલમાં જે કામગીરી કરવામાં આવી તેને કડક શબ્દોમાં વખોડી કાઢી હતી. તેમણે કહ્યું કે હુ એક સાહિત્યકાર છુ. હુ કોઇ પાર્ટીનો માણસ નથી. મને દુખ એ વાતનું થાય છે કે મોરબીમાં મોદી સાહેબ આવ્યા અને તાત્કાલિક હોસ્પિટલ તૈયાર થઇ એ માનવતા માટે અને ભારતીય સંસ્કૃતિ માટે કાળી ટિંલી કહેવાય આ હું જાહેરમાં કહુ છુ.વધુમાં હોસ્પિટલ પ્રશાસન પર આકરા પ્રહાર કર્યા હતા.
અત્રે ઉલ્લેખનિય છે કે ગત 30 તારીખ ના રોજ સાંજે 6:30 ના સમયગાળા મા મોરબી મા ઝુલતો બ્રીજ ટુટયો હતો જેનો ભોગ અંદાજીત 400 થી વધુ લોકો બન્યા હતા જ્યારે આ ઘટના મા 135 લોકો ના મોત થઇ ચૂકયા છે તો અનકે લોકો હોસ્પિટલ મા સારવાર હેઠળ છે જ્યારે મૃતકો મા વધારે વાળકો હતા.