9માં માળે થી મહિલા સ્લીપ ખાતા પતિએ 3 મિનિટ સુધી હાથ પકડી રાખ્યો પરતું હાથ છૂટી જતા બન્યો આવો બનાવ કે…
આપણા ગુજરાતીમાં કહેવાય છે ને કે, રામ રાખે તેને કોણ ચાખે! આ વાત એક મહિલામેં લાગુ પડી છે જેનાથી તેને એક જ ભવમાં બીજો ભવ મળી ગયો એવું કહીએ તો પણ ખોટું નથી. દરેક વ્યક્તિ જ્યારે જન્મે છે ત્યારે તેનું મૃત્યુ નક્કી જ હોય છે અને તે કોઈપણ રીતે થઈ શકે છે પરતું ક્યારેક કોઈ જીવ મુત્યુ ના દ્વારે થી ફરી પાછો આવી જાય.
હાલમાં સોશિયલ મીડિયામાં એક વીડિયો વાયરલ થયો છે જેમાં એક મહિલા 9માં માળે થી નીચે પડી ગઈ !હવે વિચાર કરો તો એ મહિલાની હાલત કેવી થઈ હશે? અને ખાસ વાફ તો એ છે કે જ્યારે મહિલા બાલ્કની માંથી સ્લીપ ખાઈ ગઈ ત્યારે તેના પતિએ 3 મીનીટ સુધી તો તેનો હાથ પકડીને જ રાખ્યો હતો અને આ સમયમમાં તેને બુમો પાડીને આસપાસના લોકોને એકઠા કરી લીધા જેથી કરીને સૌ કોઈએ ત્યાં નીચે ગાદલા પાથરી દીધા હતા.
Man holds on to wife hanging from 9th floor balcony in UP, she survives after falling
બિલ્ડીંગના 9મા માળથી પત્ની સ્લીપ થતા, તેના પતિએ બચાવવા માટે ત્રણ મિનિટ સુધી મહિલાનો હાથ પકડી રાખ્યો. પતિએ બૂમો પડતા,આસપાસના રહીશોએ નીચે ગાદલા પાથરી દીધા અને મહિલા નીચે પડતા તેનો આબાદ બચાવ થયો. pic.twitter.com/pAJhlK9A81
— NavGujarat Samay (@navgujaratsamay) July 15, 2021
પતિએ પોતાની પત્નીનો જીવ બચાવવા અથાગ પ્રયત્ન કર્યો પરતું 3 મિનિટ હાથ પકડ્યા બાદ આખરે તેનાથી હાથ છૂટી ગયો અને મહિલા 9 માં માળે થી નીચે પડી અને ભગવાન મી દયા થી તેનો આબાદ રીતે બચાવ થયો.આ ઘટના ખરેખર આપણને શીખવી જાય છેકે જ્યાં સુધી તમારો જવાનો વારો નથી આવ્યો ત્યાં સુધી તમેં તમારા મૃત્યુના દ્વારે થી પાછા આવી શકો છો બાકી બેઠા બેઠા જીવ જતો રહે ને વાર ન લાગે.