ગુજરાત ના આ જીલ્લા મા થયો જળબંબાકાર ! આટલા ઈંચ વરસાદ…
છેલ્લા કેટલાક દીવસો થી ગજરાત મા વરસાદી માહોલ જામ્યો છે અને હવામાન વિભાગે પણ અતી ભારે વરસાદ ની આગાહી કરી છે ત્યારે ગુજરાત ના દેવભુમી દ્વારકા સારોએવો વરસાદ વરસ્યો હતો અને ખાસ કરીને નાના અસોટા અને અન્ય ગાંમડાઓ મા જળબંબાકાર ની સ્થિતિ સર્જાઈ હતી.
હવામાન વિભાગે અગાવ જ ભારે વરસાદ ની આગાહી કરી હતી. જેમા ખાસ કરીને કલ્યાણપુર તાલુકાના મોટા આસોટા ગામ વિસ્તારમાં ચારથી પાંચ ઇંચ જેટલો ભારે વરસાદ વરસી જતા ખેતરોમાં પાણી ભરાઇ ગયા હતા અને નીચાણવાળા વિસ્તારોમાં ગોઠણડૂબ પાણીથી થોડો સમય ગ્રામજનોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.
અને આસપાસના ગામડાઓ તેમજ ઉપરવાસમાં ભારે વરસાદને કારણે અનેક ખેતરો પાણીમાં ડૂબ્યા હતા. વિસ્તારમાં ભારે વરસાદને કારણે નાના અસોટા અને મોટા અસોટા ગામ વચ્ચેના સંપર્કો ટૂટ્યા હતા. આથી, તંત્ર દ્વારા સંપર્ક વિહોણા બનેલા ગામોની મુલાકાત લેવા સ્થાનિકોએ અપીલ કરી છે.
ભારે વરસાદ ને પગલે દેવભુમી દ્વારકા મા ઘણુ બધુ નુકશાન થયું હતુ. ત્યારે સ્થાનિકોએ સરકાર પાસે અરજ કરી છે કે સંપર્ક વિહોણા બનેલા ગામડાઓની મુલાકાત લેવામાં આવે. બે દિવસ પહેલા જગત મંદિર દ્વારકાધીશ વીજળી પડવાની ઘટના બની હતી. જેમાં મંદીર ને કાઈ પણ નુક્શાન નહોતું થયુ પરંતુ ધજા ને નુકશાન થયુ હતુ અને આ વિડીઓ સોસિયલ મીડીયા પર ખુબ વાયરલ થયો હતો.