Gujarat

ગુજરાતનું ગૌરવ ! અઢી ફૂટનો યુવાન વિશ્વનો સૌથી નાની ઊંચાઈવાળો ડોક્ટર બનશે.

વ્યક્તિની ઓળખ તેના રંગરૂપ થી નથી થતી પરંતુ વ્યક્તિ પોતાના સ્વભાવ અને ગુણો થી ઓળખાય છે. આપણે સૌ કોઈ જાણીએ છે કે, આજના યુગમાં દરેક ક્ષેત્રમાં અસાધારણ વ્યક્તિનું પણ અનેરું યોગદાન રહેલું હોય છે, ત્યારે આજે આપણે એક એવા વ્યક્તિ વિશે જાણીશું કે, કંઈ રીતે યુવાને પોતાના જીવનને સફળ બનાવ્યું છે. કહેવાય છે ને જે બંધ આંખે જોયેલ સ્વપ્ન પણ હકીકત  બની શકે છે, જ્યારે આપણે અથાગ મહેનત કરીને છે. દ્રઢ સંકલ્પ અને આત્મ વિશ્વાસ સાથે કરેલું કોઈપણ કાર્ય સફળ જ નીવડે છે.

આ એક સંદેશ છે પરંતુ વાસ્તવિકતા એ છે કે, ભાવનગર જીલ્લાના તળાજાના ગોરખી ગામનો 17 વર્ષનો ગણેશ વિઠ્ઠલભાઈ બારૈયા ઊંચાઈમાં માત્ર અઢી ફૂટનો છે છતાં પણ તેનામાં અનેક એવા ગુણો છે જે બીજાની નોખા તરી આવે.હાલમાં  તેણે નીલકંઠ વિદ્યાપીઠએ એમબીબીએસ માટે મેડિકલ કોલેજ માટે પ્રવેશની અરજી કરી હતી. પરંતુ ઉંચાઈને પગલે પ્રવેશ મળ્યો નહી અને અંતે સંસ્થાએ સુપ્રીમમાં ઘા જીકીને 3.50 લાખ ખર્ચીને જીત મેળવી છે..રેખર આપણા દેશમાં દરેક વ્યક્તિને સફળતા મળી શકે છે અને પોતાના હક માટે લડત પણ લડી શકે છે તેના માટે તમારે અથાગ મહેનત કરવી ખૂબ જ જરુરી  સુપ્રીમના આદેશ બાદ પ્રવેશ મળ્યો ખરો અને હવે

ગણેશ મનોબળ સાથેની આગેકુચથી તેના શિક્ષક અને પિતાને વિશ્વાસ છે કે વિશ્વનો પ્રથમ અઢી ફૂટનો ડોક્ટર ગણેશ હશે. ગીનીશ બુકમાં નામ નોંધાવીને ગામ અને દેશનું નામ રોશન કરશે.  ગણેશની ઉમર 17 વર્ષ છે માર્ચ 2018માં ગણેશએ 12 સાયન્સમાં 87 ટકા મેળવ્યા હતા. મેડિકલ માટે તેના શિક્ષકે તેના મનોબળને પગલે પ્રવેશ મેળવવા કોશિશ કરી હતી અને આખરે તેને જીત મળી ખરા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!