ગુજરાતનું ગૌરવ ! અઢી ફૂટનો યુવાન વિશ્વનો સૌથી નાની ઊંચાઈવાળો ડોક્ટર બનશે.
આ એક સંદેશ છે પરંતુ વાસ્તવિકતા એ છે કે, ભાવનગર જીલ્લાના તળાજાના ગોરખી ગામનો 17 વર્ષનો ગણેશ વિઠ્ઠલભાઈ બારૈયા ઊંચાઈમાં માત્ર અઢી ફૂટનો છે છતાં પણ તેનામાં અનેક એવા ગુણો છે જે બીજાની નોખા તરી આવે.હાલમાં તેણે નીલકંઠ વિદ્યાપીઠએ એમબીબીએસ માટે મેડિકલ કોલેજ માટે પ્રવેશની અરજી કરી હતી. પરંતુ ઉંચાઈને પગલે પ્રવેશ મળ્યો નહી અને અંતે સંસ્થાએ સુપ્રીમમાં ઘા જીકીને 3.50 લાખ ખર્ચીને જીત મેળવી છે..રેખર આપણા દેશમાં દરેક વ્યક્તિને સફળતા મળી શકે છે અને પોતાના હક માટે લડત પણ લડી શકે છે તેના માટે તમારે અથાગ મહેનત કરવી ખૂબ જ જરુરી સુપ્રીમના આદેશ બાદ પ્રવેશ મળ્યો ખરો અને હવે
ગણેશ મનોબળ સાથેની આગેકુચથી તેના શિક્ષક અને પિતાને વિશ્વાસ છે કે વિશ્વનો પ્રથમ અઢી ફૂટનો ડોક્ટર ગણેશ હશે. ગીનીશ બુકમાં નામ નોંધાવીને ગામ અને દેશનું નામ રોશન કરશે. ગણેશની ઉમર 17 વર્ષ છે માર્ચ 2018માં ગણેશએ 12 સાયન્સમાં 87 ટકા મેળવ્યા હતા. મેડિકલ માટે તેના શિક્ષકે તેના મનોબળને પગલે પ્રવેશ મેળવવા કોશિશ કરી હતી અને આખરે તેને જીત મળી ખરા.