ગુજરાતના આ ગામમાં લીધો સગુણા એ અવતાર! રામદેવજીનું તેડું આવતા દીકિરીએ લીધી જળસમાધિ.. હવે બનશે ભવ્ય મંદિર!.
રણુજામા બિરાજમાન રામદેવ પીર જી ની આપણે સૌ કોઈ આરધના કરીએ છે, અને જાણીએ છે કે રામદેવજી મહારાજ દ્વારકાધીશ નો અવતાર છે. સનાતન ધર્મની નિવ રાખનાર નકલક નેજા ધારી એ અનેક પરચાઓ પૂર્યાં છે, ત્યારે આજે આપણે એક એવી ઘટના વિષે જાણીશું જે તમને કદાચ ખ્યાલ નહિ હોય. ભગવાન રામદેવજી ની બહેન સગુણા એ કળયુગમાં ફરી જન્મ લીધો છે. હા વાત તદ્દન સાચી છે અને લોકોની માન્યતાઓ પણ છે.
સૂત્ર દ્વારા જાણવા મળ્યું હતું કે, રામદેવજી ની પરમ ભક્ત એક એવી ગુજરાતની સગુણા રામદેવજી બહેન નો બીજો અવતાર હોવાનું જાણવા મળ્યું છે.ભરૂચ જિલ્લાના નેતંર્ગ તાલુકાના ભાંગોરી ગામની 22 વર્ષીય યુવતી રાજસ્થાનના રણુજા ખાતે ગામના સંઘ સાથે યાત્રાએ ગઇ હતી. દર વર્ષે ગામમાંથી ઉપડતા સંઘ સાથે આ યુવતી જોડાઇ હતી.જો કે આ વખતે તે સંઘ સાથે ગઇ તે પહેલા પરિવારને કહીને ગઇ હતી કે હવે હું પાછી નહી આવું મારે ત્યાં સમાધી લેવી છે.જો કે પરિવારે આ વાતને ગંભીરતાથી લીધી નહોતી. પરંતુ સાચે જ યુવતીએ રણુજા ખાતે આવેલી વાવમાં જળસમાધિ લીધી હતી. તેના મૃતદેહને વતન લાવી અગ્નિસંસ્કાર કરવાનાં બદલે સમાધિસ્થાબ કરવામાં આવ્યું હતું. તેનાં કાકાનાં ખેતરમાં સમાધી બનાવીને હવે ત્યાં મંદિર બનાવવામાં આવશે.
જ્યારે રાજસ્થાન પોલીસ દ્વારા તમામ તપાસ કરીને મૂર્ત દેહને રાજસ્થાન થી ગુજરાત મોકલવામાં આવ્યો હતો.ગામના લોકો એ નગારા નાં તાલ સાથે યુવતીની સમાધિ વિધિ યોજવામાં આવી હતી.સમગ્ર પરિવારને રામદેવપીરમાં અનન્ય શ્રદ્ધા હતી. જેથી સમગ્ર પરિવાર સંઘ સાથે પ્રતિવર્ષ રણુજા ખાતે દર્શન કરવા માટે જતા હતા. પરિવારની મોટી દિકરી સગુણાએ ધોરણ 8 સુધી અભ્યાસ કર્યો હતો. ત્યાર બાદ પોતાનાં પરિવારને મદદ કરવા માટે ખેતમજુરી જેવા કામ કરવા લાગી હતી. એકા એક જોઈએ તો આ એક અધશ્રદ્ધા પણ કહી શકાય છે પરંતુ લોકો ની આસ્થાઓ જોડાયેલ છે.