હૃદય કંપી ઉઠશે તમારું,પ્રેમિકાને મંગળસૂત્ર પહેરાવી સેંથામાં સિંદૂર પુરીને સેલ્ફી લઈને મોતને વ્હાલું કર્યું!
આ જગતમાં અનેક લોકો પ્રેમ કરે છે અને ક્યારેક આ પ્રેમ જીવનના અંત સુધી સાથે રહે છે. ક્યારેક અધવચ્ચે પ્રેમી પંખીડાઓ સાથ છોડી દે છે. આમ પણ કહેવાય છે ને કે, જીવનના અંત સુધી પ્રેમ ભાગ્યે જ મળે છે. આપણે વારંવાર સોશિયલ મીડિયામાં સાંભળવા મળતા હોય છે કે પ્રેમી પંખીડા આપઘાત કરી લીધો છે, ત્યારે તમને જાણીને નવાઓ લાગશે કે હાલમાં જ એક સગીર વયના યુગલે એવું કાર્ય કર્યું કે, તમને જાણીને નવાઈ લાગશે.
સૂત્ર દ્વારા જાણવા મળ્યું છે કે, વાઘોડિયાના નાનકડા ટીંબી ગામનાં પ્રેમી-પંખીડાંએ સાથે ના જીવી શકવાને કારણે સાથે મરવાનું પસંદ કરી પ્રેમિકાની છેલ્લી ઈચ્છા પૂરી કરવા મંગળસૂત્ર અને સેંથામાં સિંદૂર પૂરી આ જુવાન હૈયાંએ કેનાલમાં ઝંપલાવી મોત વહાલું કર્યું હતું. પરિવારને જ્યારે આ વાતની જાણ થઈ ત્યારે સૌ કોઈ ચોકી ગયા હતા અને બંને ઉપર જાણે આભ ફાટી પડ્યું હતું.
આમ પણ આપણે જાણીએ છે કે, અનેક યુગલો પ્રેમ તો કરે છે પરંતુ પરિવાર લોકો જ્યારે સ્વીકારવા તૈયાર ન થાય ત્યારે આત્મ હત્યાં કરે છે. આ બંનેએ પોતાની પાસે આધારકાર્ડ, નવાં કપડાં, મંગળસૂત્ર, સિંદૂર લઈ ખંડીવાડા અને અડીરણ વચ્ચે મુખ્ય નર્મદા કેનાલ પાસે આવી બાઈક થંભાવી હતી, જ્યાં પ્રેમીએ પોતાની સાથે લાવેલા સિંદૂરથી પ્રેમિકાનો સેંથો પૂર્યો હતો.
ગળામાં મંગળસૂત્ર પહેરાવી પોતાના આત્માની સાક્ષીએ ગાંધર્વ લગ્ન કરી પતિ-પત્ની બની ગયાં હતાં. બંનેએ એકબીજાના ફોટા મોબાઈલમાં સેલ્ફી લીધી હતી. છેલ્લી ઘડીની સેલ્ફી લીધા બાદ આ બંને પ્રેમી-પંખીડાંએ ધસમસતા કેનાલમાં ઝંપલાવ્યું હતું. બંને પ્રેમી-પંખીડાંએ પોતાનો સામાન, મોબાઈલ, કપડાંની થેલી, પર્સ બધું જ કેનાલ પાસે પાર્ક કરેલી બાઈકની પાસે મૂક્યું હતું.
બીજી તરફ, જયદીપના પરિવારે પોલીસમાં પુત્ર ગુમ થયા અંગે જાણકારી આપી હતી ને પોલીસે આ તમામ સમસ્યાનો ભેદ ઉકેલ્યો હતો.પરતું હાલમાં તો આ બંને પ્રેમી પંખીડા પોતાનો જીવ ગુમાવી દેતા પરિવાર અને ગામમાં લોકોની આંખ માંથી આંસુઓ નોહતા રોકાતા. ખરેખર ભગવાન તેમની દિવ્ય આત્માને શાંતિ આપે એજ પ્રાર્થના.