Entertainment

જીવન ભર નો સાથ: પતિ ની અંતિમ યાત્રા સ્મશાને પહોંચે તે પહેલાં જ પત્ની એ પણ…

સાથ છોડવા વાળા તો પળ ભરમાં માં છોડીને ચાલ્યા જાય છે, જ્યારે સાથ નિભાવવા વાળા તો જીવનના અંત સુધી સાથ આપી જતા હોય છે. જીવનમાં એવા અનેક પ્રસંગો બની ગયા હશે જેમાં પતિ અને પત્ની બંને એક સાથે જ પ્રાણ છોડે છે. આવી જ ઘટના હાલમાં બની જેમાં વૃદ્ધ દંપતીએ એક જ દિવસે જીવ છોડ્યો. ખરેખર આ ઘટના ભાવનાત્મક અને સંદેશ આપનાર છે. આજે આપણે એવા અનેક સંબંધો જોઈએ છે જે પળભરમાં તૂટી જાય છે, નાના એવા અણબનાવ નાં લીધે.

ઘર સંસાર એવો છે કે, જ્યાં થોડીક તકરાટ આવે પણ ખરી પરતું મનભેદ ન હોવા જોઇએ. ઝઘડો થવો અને ગુસ્સો કરવો એ તો સ્વાભાવિક છે, પરતું આટલા વર્ષો થી સાથે રહેતા હોય એ વ્યક્તિનાં સ્વભાવ ને સ્વીકારી લેવો આવશ્યક છે. લગ્નજીવન અમસ્તા જ જીવન અંત સુધી નથી ચાલતું. બે વ્યક્તિઓના સમજણ અને સાજેદારી થી ચાલે છે. ત્યારે લગ્ન જીવન અંતિમ ઘડી સુધી બે એક બીજાના પ્રાણ સાથે જોડાયેલ હોય છે.

હાલમાં જ એક દુઃખદ અને કરુણદાયક ઘટના બની. વાત જાણે એમ છે કે,મોરબીના સાદુળકામાં પતિનું મોત થયું અને  તેમની સ્મશાનયાત્રાની તૈયારીઓ થઇ, નનામી બંધાઇ, પતિને કાયમી વિદાય આપવા ન માગતા હોય તેમ પત્નીની તબીયત અચાનક લથડી અને ગણતરીના કલાકોમાં બે  તેમને જીવ છોડી દીધું. ખરેખર પરિવારજનો પર શોક મય વાતાવરણ છવાઈ ગયું.

વૃદ્ધ પિતાની સ્મશાનયાત્રા સ્મશાન સુધી પહોંચે એ પહેલાં તેમના પત્ની પણ અચાનક અવસાન પામ્યા.આ અંગે મળતી માહિતી મુજબ મોરબી તાલુકામાં સાદુળકા ગામે રહેતા પથુભા ચકુભા ઝાલા નામના વૃદ્ધનું અવસાન થતાં પરિવાર જનો અને સગા સંબંધીની હાજરીમાં સોમવારે સવારે તેમની સ્મશાન યાત્રા નીકળી હતી. પથુભાના પત્ની વિલાસબા ઝાલાએ પણ જીવનલીલા સંકેલી લીધી હતી અને પતિની સાથે જ અનંતની વાટ પકડતા ઝાલા પરિવાર અને સાદુળકા ગામા અરેરાટી વ્યાપી જવા પામી હતી.

ખેતીનો વ્યવસાય કરી અને ગ્રામ્ય વિસ્તારોમાં જ જિંદગીભર રહેલા પથુભાની 100 વર્ષની પણ આંખ તેજ હતી અને નરી આંખે જોઈ શકતા અને યાદ શક્તિ પણ હજુ સારી હતી કે પરિવારના દરેક વ્યક્તિ જોઈને ઓળખી જતા હતા. તેમના પત્નીની ઉંમર પણ 95 વર્ષની આસપાસ હતી. તેઓ પણ સ્વસ્થ જીવન જીવતા હતા. દંપતિએ ત્રણ પેઢીને નજરે જોઈ હતી. આખરે બંને એ સાથે જ જીવન સંપન્ન કર્યું અને ખરેખર આને જ કહેવાય પતિ પત્નીનો રૂડો સંબંધ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!