આ યોજના હેઠળ સોનું ખરીદવાની સોના જેવી તક ! માત્ર 5876 રુપીઆ મા સોનું…જાણો ખાસ યોજના વિશે
સોનું ખરીદવું મધ્યમ વર્ગીય પરિવાર માટે ખૂબ જ કઠિન હોય છે કારણ કે સોનાનો ભાવ પણ આસમાને પહોંચ્યો છે. આજે અમે આપને એક એવી યોજના વિશે જણાવશું કે જેના દ્વારા તમે સસ્તાભાવે સોનું ખરીદી શકશો. આ યોજના એટલે સોવરીન ગોલ્ડ બોન્ડ સ્કીમ. ચાલો અમે આપને જણાવીએ કે આખરે આ યોજના શું છે અને આ યોજનો લાભ કોણ મેળવી શકે છે.
સોવરીન ગોલ્ડ બોલ્ડ સ્કીમ યોજના શું છે? આ યોજના વર્ષ 2015 માં શરૂ કરવામાં આવી હતી. આ યોજના દ્વારા સોનામાં બજાર કરતાં ઓછી કિંમતે રોકાણ કરી શકાય છે. આ બોન્ડ રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા જારી કરે છે અને આ બોન્ડના રૂપમાં સોનું હોય છે.
આ યોજનાનો સૌથી મોટો ફાયદો એ છે કે સરકાર દ્વારા રોકાણ પર સુરક્ષાની ખાતરી આપવામાં આવે છે અને આ યોજના 23 જૂન 2023 સુધી ચાલુ રહેશે અને તેમાં ઓનલાઈન અને ઓફલાઈન બંને રીતે રોકાણ કરી શકાય છે.
સોનાની કિંમત 5,926 રૂપિયા પ્રતિ 1 ગ્રામ નક્કી કરવામાં આવી છે. આ સાથે જ ડિજિટલ પેમેન્ટ પર 50 રૂપિયાનું ડિસ્કાઉન્ટ પણ મળે છે. વર્ષ 2023-24ની પ્રથમ શ્રેણીમાં રોકાણ 19 થી 23 જૂન દરમિયાન કરી શકાય છે, જ્યારે બીજી શ્રેણી 11 સપ્ટેમ્બરથી 15 સપ્ટેમ્બર 2023 સુધી ખુલ્લી રહેશે.
ગોલ્ડ બોન્ડની ઇશ્યૂ કિંમત 999 શુદ્ધતાના સોના પર આધારિત છે. ગોલ્ડ બોન્ડનો કાર્યકાળ આઠ વર્ષનો હોય છે. આ યોજનામાં હિંદુ અવિભાજિત પરિવાર માટે 4 કિગ્રા અને સંસ્થાઓ માટે 20 કિગ્રા પ્રતિ નાણાકીય વર્ષની મર્યાદા રાખવામાં આવી છે.
આ યોજનામાં પાંચ વર્ષ પથી તેમાં વ્યાજ ચુકવવાની તારીખનો સમય પહેલા જ રિડમ્પશનની સુવિધા પણ ઉપલબ્ધ છે. જેમાં રોકાણકારો ને દર છ મહિના આધાર પર 2.50 ટકા વાર્ષિક વ્યાજ ચુકવવામાં આવે છે.એક રોકાણકાર વધુમાં વધુ ચાર કિલોગ્રામ સુધી ખરીદી કરી શકે છે. વહેલા તે પહેલાં તમે પણ આ યોજના હેઠળ સોનુ ખરીદી લો.