Gujarat

વાલીઓ માટે ચેતવણીરુપ કિસ્સો ! સુરત મા દોઢ વર્ષ ની દીકરી નુ કરુણ મોત થયું..ઘટના એવી બની કે

સુરતમાં એક દોઢ વર્ષની દીકરીનું કરુણ દાયક મોત નીપજ્યું છે. આ ઘટના વિશે જાણીને તમારું પણ હૈયું કંપી જશે. આ કિસ્સો દરેક માતા પિતાઓ માટે ચેતવણી સમાન છે.આ દુખદાયી બનાવ સુરત શહેરના પાંડેસરા વિસ્તારનો છે. સૂત્ર દ્વારા જાણવા મળ્યું હતું કે, આનંદો એપાર્ટમેન્ટના ચોથા માળે રમતી બાળકી નીચે પટકાઈ જતાં તેનું દુ:ખદ નિધન થયું,

આ બનાવ અંગે વિગતવાર જાણીએ તો મૂળ ડાંગ જિલ્લાના આહવાના વતની અને હાલ સુરતના પાંડેસરા વિસ્તારમાં આનંદો એપાર્ટમેન્ટમા રહેતા પરિવારની દોઢ વર્ષન દીકરી ત્રિશા ચોથા માળે ઘરમાં રમી રહી હતી. વિધિના કેવા વિધાન કે આઅ ફૂલ જેવી દીકરીને અચાનક જ મોત મળ્યું. આ બનાવ ત્યારે બન્યો હતો જ્યારે ત્રિશાના પિતા નોકરી પર ગયા હતા અને માટે ઘરકામ કરી હતી

આ સમયગાળા દરમિયાન જ સમયે બારી પાસે મુકેલ બેડ પર રમતી ત્રિશા બારીમાંથી નીચે પટકાઈ હતી.ગ્રાઉન્ડ ફ્લોર પર પડતાં જ લોકોએ બૂમાબૂમ કરી હતી. દીકરીની આવી હાલત જોઈને માતા પણ સ્તબ્ધ થઈ ગઈ હતી. આ ઘટના દરેક માતા-પિતાઓ માટે ખૂબ જ ચોંકાવનારી અને ચેતવણી સમાન છે.

બાળકીને ઈજાગ્રસ્ત હાલતમાં હોસ્પિટલ દાખલ કરવામાં આવી હતી. વિધિના એવા લેખ કે આ દીકરી ને યોગ્ય સારવાર મળે એ જ પહેલા ડોક્ટરે બાળકીને મૃત જાહેર કરી હતી. પોતાની વ્હાલસોયી એકની એક દીકરીનું નિધન થતાં પરિવારમાં શોક છવાઈ ગયો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gujarati Akhbar ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!