માસુમ બાળકી સાથે દુષ્કર્મ અને હત્યાના આરોપી ને કોર્ટે આજીવન કારાવાસ ની સજા આપી, કોર્ટે કહ્યુ આવા ગુનેગાર સમાજમાં રહેવા લાયક નથી,
ઘણા અપરાધો એવા હોય છે કે જાણી ને આપણુ હૃદય કંપી જતુ હોય છે ત્યારે 13 માર્ચ ના રોજ એક ઘટના બની હતી જેનાથી આખા રાજ્ય મા રોષ વ્યાપી ગયો હતો. જેમા ત્રણ વર્ષીય માસૂમ બાળકીનું અપહરણ કરી દુષ્કર્મ આચર્યા બાદ નરાધમે બાળકીનું ગળું છરીથી કાપી લાશને એક થેલીમાં ભરી દીધી હતી. ત્યારબાદ બાળકીની શોધ કરતા લાશને બાથરૂમની બારીમાં પેસેજમાં ફેંકી દીધી હતી. હવે આ કેસ ની સુનાવણી મા સેલવાસ ફાસ્ટ ટ્રેક કોર્ટે આરોપીને આજીવન કારાવાસની સજા ફટકારી હતી.
આ ઘટના મા બિલ્ડીંગ મા રહેતા યુવકે જ માસુમ દિકરી નુ અપહરણ કરીને દુષ્કર્મ કર્યા બાદ ઘાતકી હત્યા કરી હતી અને સેલવાસ પોલસે ત્વરીત કાર્યવાહી કરી ને ગણતરી ની કલાંકો મા જ આરોપી ના પકડી લીધો હતો. અને દિવસ ની અંદર ફાસ્ટ ટ્રેક અદાલતમાં ચાર્જશીટ પણ દાખલ કરી દીધી હતી. આવા જધન્ય અપરાધ અંગે કોર્ટ એ પણ ત્વરીત કાર્યવાહી કરી હતી અને માત્ર સાત જ મહીના મા મહિનાના અંદર બચાવ પક્ષ તથા અભીયોજના પક્ષ તરફથી આપવામાં આવેલી દલીલોને સાંભળ્યા પછી આરોપી સંતોષ બીટ્ટુ રજાકને આજીવન કારાવાસની સજા સંભળાવી હતી.
આ ઘટના બાદ પોતાની માસુમ ફુલ જેવી દિકરી સાથે થયેલા જધન્ય અપરાધ ને લઈ ને દિકરી ના પિતા માનસિક રીતે પડી ભાગ્યા હતા. અને ગુસ્સા મા આરોપી પિતાએ આરોપીને મારવા માટે દોટ મુકી હતી. જોકે, પોલીસ આરોપીને લઇને જઇ રહ્યા હતા ત્યારે કાઈ કરી શક્યા નહોતા અને અફસોસ થતા એસિડની બોટલ લઇ ગટગટાવતા તેમનું પણ સારવાર દરમિયાન મોત થયું હતું. .
આ ઉપરાંત આ ઘટના બની એ પહેલા 20 દિવસ અગાવ જ પીડીતા ની માતા એ એક બાળક ના જન્મ આપ્યો હતો અને હજી તો એની ખુશી મનાવે એ પહેલા જ આ ઘટના બની હતી.
સેલવાસના અનેક સંગઠનો આગળ આવ્યા હતા જેમણે આરોપીને ફાંસીની સજા ફટકારવા માગ કરી હતી.પીડિતા અને તેમના પિતાને શ્રદ્ધાજંલિ આપવા અને આરોપીને સજા કરવા એ સમયે અનેક પ્રદર્શનો અને ધરણા કરવામાં આવ્યાં હતાં.