આમિર ખાને તેની બંને પત્નીઓને 15 વર્ષના લગ્ન જીવન બાદ છુટાછેડા આપી દીધા! જાણો આવું કેમ?
ફીલ્મજગતની દુનિયાના કલાકારોની લાઈફ પણ ખરેખર ખૂબ જ ફિલ્મી હોય છે. આપણે સૌ કોઈ જાણીએ છે કેફિલ્મ જગતના કલાકારોનું જીવન ખૂબ જ અટપટુ અને રહ્યસ્મય હોય છે. આજે આપણે એક એવા કલાકાર ની વાત કરવાની છે જેમણે પોતાના લગ્ન. જીવનના 16 વર્ષનો અંત લાવીને એક નવી યાત્રા શરૂ કરી છે. ખબર નહિ આવું શા માટે કર્યું હશે પરંતુ તેઓ એ સમાજને તેનો જવાબ આપ્યો છે. જગત એવું છે કે ખાડા ભરેલા પાણીને તળાવ જેવડું કરીને વર્ણવી શકે.
બોલીવુડના લોકપ્રિય અભિનેતા આમિર ખાન અને કિરણ રાવ રાજીખુશીથી પોતાના લગ્ન જીવનનો અંત લાવ્યો છે અને જાહેરમાં બંને સંયુક્ત નિવેદન આપીને સ્વીકાર કર્યો છે મેં તેઓ હવે એક બીજાના લગ્ન જીવનથી મુક્ત છે. ખાસ વાત એ છે કે તેઓ છુટાછેડા બાદ અલગ નહિ રહે પરતું એક ઘરમાં રહેશે અને માતાપિતા તરીકે તેઓ તેમની પરવરીશ કરશે તેમજ બંને ફિલ્મો સાથે બનાવશે ને પાની ફાઉન્ડેશમાં તેમનો બંને સહયોગ પૂરતો જ રહેશે.
બહાર પાડેલ નિવેદનમાં તેમને કહ્યું કે અમે 15 સુંદર વર્ષોમાં આપણે સાથે મળીને જીવનકાળના અનુભવો, આનંદ અને હાસ્ય શેર કર્યા છે અને અમારો સંબંધ ફક્ત વિશ્વાસ, આદર અને પ્રેમથી વધ્યો છે.” હવે અમે અમારા જીવનનો એક નવો અધ્યાય શરૂ કરવા માંગીએ છીએ અમે આગામી જીવનપતિ-પત્ની તરીકે નહીં, પણ સહ-માતાપિતા અને એકબીજાના પરિવાર તરીકે આગળ જીવવા માંગીએ છીએ.. અમે થોડા સમય પહેલા જ આયોજનપૂર્વક છૂટાછેડા લેવાની પ્રક્રિયાની શરૂઆત કરી હતી, અને હવે વ્યવસ્થાને ઔપચારિક જાહેર કરવામાં અમે સહજતા અનુભવીએ છીએ, અને અમે ઇચ્છીએ કે તમે લોકો ચાહકો આ છૂટાછેડાને અંત તરીકે નહીં પરંતુ નવી યાત્રાની શરૂઆત તરીકે જુઓ.
ખાસ વાત એ છે કે, આમિર આ પહેલા પણ તેની પહેલી પત્ની સાથે છુટા છેડા લીધાં હતાં.આ મિર અને રીના 2002માં 16 વર્ષ લાંબા દાંપત્યજીવન બાદ છૂટા થયા હતા. બન્નેના મતે તેમના તલાક બન્નેના પરિવારજનો માટે એક મોદો આઘાત હતો. તલાક પછી પણ આમિર ખાનના રીના સાથેના સંબંધો સારા હતા. આમિર ખાન તેની પ્રથમ પત્ની રીનાને ઘણું માન આપતા હતા.
એવું કહેવાય છે કે આમિર ખાન એક સમયે રીના પાછળ પાગલ હતો પરંતુ તે વખતે રીનાને તેનામાં બિલકુલ ઈન્ટરેસ્ટ નહતો. રીનાને ઈમ્પ્રેસ કરવા આમિરે પોતાના લોહીથી તેને લવ લેટર લખ્યો હતો. આમિર અને રીના પહેલા પાડોશી હતા અને તેમની બિલ્ડિંગ આમને-સામને હતી. આમિરના ઘરની બારીમાંથી રીનાનું ઘર જોઈ શકાતું હતું. એટલા માટે જ આમિર પોતાના ઘરની બારી પાસે મોટાભાગનો સમય વિતાવતો હતો. આમિરે સૌપ્રથમ રીનાને પ્રપોઝ કર્યું હતું પરંતુ રીનાએ આમિરનું પ્રપોઝલ ઠુકરાવી દીધું હતું.
રીના હિન્દુ તેમજ આમિર મુસ્લિમ હતો પરંતુ બન્નેના લગ્નમાં ધર્મ ક્યાંય વચ્ચે આવ્યો નહતો. આમિરે લગ્ન કર્યા ત્યારે તે 21 વર્ષનો હતો જ્યારે રીના 19 વર્ષની હતી. તેમણે કોર્ટ મેરેજ કર્યા હતા. બન્નેએ લગ્ન સીક્રેટ રાખ્યા હતા કારણ કે આમિર તે વખતે કમાતો નહતો.ઘણા ઓછા લોકો જાણતા હશે કે આમિરની ડેબ્યૂ ફિલ્મ કયામત સે કયામત તક વખતે આમિર મેરિડ હતો અને ખરેખર સમજાતુ નથી આમિર બંને પત્ની સાથે 15 વર્ષ રહીને છૂટો થઈ જાય એનું કારણ શું.?