Gujarat

જુલાઈની આ તારીખો માં સમગ્ર ગુજરાતમાં સાર્વત્રિક ભારે વરસાદની આગાહી

આ વર્ષે જૂન મહિનામાં ગુજરાતમાં અમુક વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ વરસ્યા બાદ મેઘરાજા રુઠી જતા લોકો ચિંતાતુર થઈ આકાશ તરફ નજર માંડીને બેઠા છે કે ક્યારે વરુણદેવ પુનઃ પધરામણી કરે અને સૂકી ધરતી પર અમીવર્ષા રૂપી વર્ષારાણી નું આગમન થાય.

હજુ ઘણા વિસ્તારોમાં વાવણી લાયક વરસાદ ન પડતા વાવણીનું કાર્ય અધૂરું છે અથવા ઘણા વિસ્તારોમાં ઓછા વરસાદે વાવણી કરી દેવામાં આવી છે ત્યારે રાજ્યના ખેડૂતો પણ ચાતક નજરે વરસાદના આગમનની રાહ જોઈ રહ્યા છે અત્યારની પરિસ્થિતિઓ જોઈએ તો હાલ ચોમાસુ નિષ્ક્રિય સ્થિતિમાં છે અને ઉત્તર ભારતમાં રેકોર્ડબ્રેક હિટવેવ ની કન્ડિશન ચાલી રહી છે ત્યારે આશાનું એક કિરણ આગળના દિવસો માટે દેખાઈ રહ્યું છે, હાલના વેધરચાર્ટ અને મોડેલો હવે ધીમે ધીમે બ્રેકમોન્સૂન ની આ સ્થિતિ સુધરે અને દેશ તથા ગુજરાતમાં નિષ્ક્રિય રહેલું ચોમાસુ પુનઃ સક્રિય થઈને આગળ વધે તેના તરફ ઈશારો કરી રહ્યા છે.

ચોમાસામાં વરસાદી ગતિવિધિ વધવા કે ઘટવા માટે જવાબદાર પરિબળો પૈકીનું એક એવું અગત્યનું mjo પરિબળ હવેના દિવસોમાં સક્રિય થઈ અનુકૂળ ફેઝમાં આવી રહ્યું છે જેથી જુલાઈ મહિનાના બીજા અઠવાડિયામાં વરસાદી ગતિવિધિઓ ધીમે ધીમે જોર પકડે અને શરૂઆતમાં ગુજરાતમાં છુટા છવાયા વિસ્તારોમાં વરસાદી ઝાપટાથી નવા રાઉન્ડની શરૂઆત થઈ શકે.

દરમ્યાન હાલના ફોરકાસ્ટ મોડેલો પર નજર નાખીએ તો 12-13 જુલાઈ આસપાસ બંગાળની ખાડીમાં એક મજબૂત લૉ પ્રેશર સિસ્ટમ બની શકે જે પછીના દિવસોમાં મધ્ય ભારત અને ગુજરાત સુધી એક મજબૂત સર્ક્યુલેશનના રૂપમાં આગળ વધે તેવી ઉજળી શકયતા છે જે સમગ્ર મધ્ય-પશ્ચિમ ભારતના વિસ્તારોને સારો વરસાદ આપી શકે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gujarati Akhbar ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!