યુવા લોકપ્રિય ચેહરો મહીપતસિંહ ચૌહાણ આમ આદમી પાર્ટી માથી ચુટણી લડશે ! ક્યા કઈ બેઠક અને અન્ય ઉમેદવારો..
ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે, ત્યારે આપ દ્વારા આજ રોજ કુલ 14 ઉમેદવારો જાહેર કરવામાં આવ્યા છે, જેથી આપ પાર્ટીએ અત્યાર સુધીમાં કુલ 108 ઉમેદવાર જાહેર કરીદેવામાં આવ્યા છે. આજ રોજ જાહેર કરવામાં આવેલા ઉમેદવારોની યાદીમાં સૌથી વધુ ચર્ચા થઈ રહી છે, મહિપતસિંહની થઈ રહી છે, ત્યારે ચાલો અમે આપને જણાવીએ કે, આખરે આ કઈ બેઠક પરથી મહિપતસિંહ ચૂંટણી લડશે અને અન્ય ઉમેદવારો કોણ છે.
આપ પાર્ટી દ્વારા ચૂંટણીની જોરશોરથી તૈયારિઓ ચાલી રહી છે, ત્યારે આજ રોજ આઠમી યાદી જાહેર કરી હતી જેમાં 14 ઉમેદવારોનાં નામ જાહેર કર્યાં છે. અત્યાર સુધીમાં આમ આદમી પાર્ટી દ્વારા 108 વિધાનસભા બેઠક પરના ઉમેદવારો જાહેર કરવામાં આવ્યા છે, ત્યારે આજ રોજ માતર બેઠક પરથી યુવા નેતા મહિપતસિંહ ચૌહાણને ઉમેદવાર તરીકે મહોર મારી દેતા મહિપતસિંહના સમર્થકોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે. આપણે જાણીએ છે કે, મહિપતસિંહ લવાલ ગામના સરપંચ છે અને તેમની કામગીરી પણ ખૂબ જ સરહાનીય છે અને યુવા પ્રદેશ પ્રમુખ તરીકે જવાબદારી સંભાળી છે.
ફેસબુકના માધ્યમથી લાઈવ થઈને મહિપતસિંહ ચૌહાણ કહ્યું હતું કે, મહિપતસિંહ ચૂંટણી લડે છે. માતર સીટ પરથી પોતે ચૂંટણી લડશે તેમ જણાવ્યું હતું. પરંતુ સાથે સાથે ખંભાતની બેઠક પરથી પણ ચૂંટણી લડવા માગતા હોવાનું તેમણે જણાવ્યું હતું. સાથે સાથે પોતાના વ્યક્તિગત સમર્થનની પોતાના સમર્થકો પાસે માગ કરી હતી. હવે જોવાનું એ રહ્યું કે, આપ પાર્ટી મુખ્યમંત્રી પદના ઉમેદવાર માટે કોને પસંદ કરે છે.
હાલમાં તો યુવા નેતા મહિપતસિંહ ચૌહાણની ચર્ચાઓ ચારોતરફ થઈ રહી છે તેમજ તેમની સાથે દહેગામથી યુવરાજસિંહ જાડેજાને ટિકિટ આપવામાં આવી છે. અન્ય 12 ઉમેદવારોની વાત કરીએ તો ઇલીસ બ્રિજની બેઠક પર પારસ શાહને ટિકિટ આપવામાં આવી છે. નારણપુરા બેઠક પર પંકજ પટેલ, મણિનગર બેઠક પર વિપુલ ભાઇ પટેલ અને ધધુકા બેઠક પર ચંદુભાઈ બામરોલીયા, અમરેલીની બેઠક પર રવિભાઈ ધાનાણી તેમજ રાજુલાની બેઠક પર ભરતભાઇ બલદાણીયાને ટિકિટ આપવામાં આવી છે.
અન્ય બેઠકોની વાત કરીએ તો ભાવનગર વેસ્ટ બેઠક પર રાજુ સોલંકીને ટિકિટ આપવામાં આવી છે તેમજ રાધિકા રાઠવાને જેતપુર ( છોટા ઉદેપુર ) બેઠકની ટિકિટ આપવામાં આવી છે, જ્યારે ડભોઇની બેઠક પરથી અજીતભાઈ ઠાકોર અને વડોદરાની બેઠક પર ચંદ્રિકાબેન સોલંકી તેમજ આકોટની બેઠક પર સંસાક ખેરને આપ પાર્ટી દ્વારા ટિકિટ આપવામાં આવી છે.આગામી 4 તારીખે આપ પાર્ટી દ્વારા મુખ્યમંત્રીનો ચહેરો જાહેર કરવામાં આવશે.
