પુલ તૂટવાની ખબર થતાં જ દોડી આવ્યા ગૌશાળાના સેવકો ! 50 જેટલા લોકો ના જીવ બચાવ્યા અને 20 લોકો ના…

આપણે સૌ કોઈ જાણીએ છે કે, મોરબીની હોનારતની ઘટના ન ભૂલી શકાઇ તેવી છે. આ ઘટનામાં અનેક લોકો હોમાય ગયા છે તો કેટલાક લોકો નસીબના જોગે જીવી પણ ગયા છે. આ ઘટનામાં અનેક લોકો માનવધર્મ નિભાવવા માટે પોતાના જીવની પરવહા કર્યા વગર લોકોને બચાવવા દોડી આવ્યા હતા અને હાલમાં પણ સર્ચ ઓપરેશન ચાલુ જ છે.

આ ઘટના બની ત્યારે મચ્છુ નદી નજીક આવેલા એક મંદિરની ગૌશાળામાં સેવકએ ખૂબ જ સરહાનીય કામગીરી કરી છે. તમને જાણીને આશ્ચર્ય થશે કે, આ મંદિરના સેવકે 50 જેટલા જીવિત અને 20 જેટલા મૃત લોકોને બહાર કાઢ્યા હતા. 
મીડિયા સમક્ષ આ સેવકે કહ્યું હતું કે, હું અને અમારી ટીમ અહીં પહોંચ્યા હતા. જે બાદમાં અમે લોકોએ નદીમાં કૂદીને 50 લોકોને જીવિત બહાર કાઢ્યા હતા. આ સાથે 20 જેટલા મૃતદેહો પણ બહાર કાઢ્યા.

દીમાં બચવા કુદતી વખતે સેવકને પણ પગમાં ઇજા થઇ હોવાનું સામે આવ્યું છે. મોરબી મચ્છુ દુર્ઘટના બાદ હજુ પણ નદીમાં સર્ચ ઓપરેશન ચાલુ છે. આજે સવારથી નદીમાં ફરી મૃતદેહની શોધખોળ શરુ કરવામાં આવી છે. વહેલી સવારે NDRFના જવાનો આધુનિક મશીનો સાથે તંત્ર અને સેનાના જવાનો ફરી કામે લાગી ગયા છે. અનેક મૃતદેહો શોધવા માટે જળકુંભી અવરોધ બની રહી હોઇ હવે જળકુંભી કાઢવા નદીમાં આધુનિક મશીન ઉતારવામાં આવ્યું છે.

ખરેખર NDRFની ટીમ તેમજ RSSનાં કાર્યકરો તેંજ અન્ય સ્વંયસેવક અને મોરબી શહેરના અન્ય યુવકો પણ લોકોને બચાવવા માટે કામગીરીમાં લાગી ગયા છે. આ ઘટના જ એવી છે કે, સૌ કોઈ નિઃસ્વાર્થ ભાવે લોકોની સેવા કરી રહ્યા છે. આવી ઘટના ભવિષ્યમાં ક્યારેય ન બને એવી કામના કરીએ.

નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.

તમે અહીંથી શેર કરી શકો છો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *