સ્ટેટ મોનિટરીંગ સેલએ સપાટો બોલાવી દીધો ! અમદાવાદ મા વધુ એક રેડ કરી આટલો દારુનો જથ્થો અને બુટલેગરો
હાલમાં જ જાણવા મળ્યું છે કે, અમદાવાદ શહેરમાં બેફામ બનેલા બુટલેગરો પર સ્ટેટ મોનિટરીંગ સેલએ સપાટો બોલાવી દીધો ! બાતમીના આધારે વિજિલન્સે દરોડો પાડ્યા હતા. સાબરમતી વિસ્તારમાં પડેલા જુગારઘામ પર દરોડા બાદ આ સિલસિલો આગળ વધારતા વિજિલન્સે રાણીપ, બાપુનગર અને પોલીસ કમિશનરના કચેરી અને ઓફિસથી થોડાક અંતર આવેલા શાહીબાગ વિસ્તારમાં આખેઆખું દારૂનું ગોડાઉન ઝડપી પાડ્યું છે. .
વિજિલન્સની કામગીરીને પગલે સ્થાનિક પોલીસ ગેરકાયદે ધંધાઓ ચલાવવામાં મદદ કરતી હોવાનું માનવામાં આવી રહ્યું છે. હશાહીબાગ વિસ્તારમાંથી બાતમીના આધારે મસમોટો દારૂનો જથ્થો ઝડપી પાડતા જવાબદાર કર્મીઓ સામે અનેક સવાલો ઉભા થયા છે. સ્ટેટ મોનિટરિંગ સેલના પીઆઇ આર.જી. ખાંટ અને તેમની ટીમને બાતમી મળી હતી કે, શાહીબાગ વિસ્તારમાં આવેલ જૂની પટેલ સોસાયટીમાં દારૂનું ધૂમ વેચાણ થઈ રહ્યું છે.બાતમીના આધારે વિજિલન્સે દરોડો પાડ્યા હતા. દરોડા દરમિયાન સ્થળ પર તપાસ કરતા 1315 કિંમત 1,50,700 દારૂની બોટલો મળી આવી હતી.
વિજિલન્સને પૂછપરછમાં ભાવેશ દીપકજી ઠાકોર, જયેશ ઈશ્વરજી ઠાકોર, તુષાર સંજયભાઈ પરમાર (ગ્રાહક), ભાવેશ રમણભાઈ પરમાર (ગ્રાહક), સાગરભાઈ વિનોદભાઈ રાવત (ગ્રાહક) તમામ લોકો અસારવાના રહેવાસી હોવાનું જાણવા મળ્યું હતું. હાજર 5 લોકો મળી આવતા તાત્કાલિક ધોરણે ધરપકડ લીધી હતી. બીજીબાજુ વધુ તપાસ હાથ ધરતા પ્રદીપ ઝાલા(ભાગીદાર), વિકાસ દિપકજી ઠાકોર (મુખ્ય આરોપી), મેકો ઠાકોર (માલ મોકલનાર)ના નામ સામે આવતા તમામને વોન્ટેડ જાહેર કર્યા હતા.આરોપીઓ પાસેથી કુલ 1315 દારૂની બોટલો, વ્હીકલ સહિત કુલ 2,41,960નો મુદ્દામાલ જપ્ત કર્યો છે.
વધુ તપાસ અર્થે શાહીબાગ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કર્યો હતો તેમજ ખાસ કરીને સ્થાનિક પીઆઇ કે.ડી.જાડેજા સહિત મનોહર સિંહ, ભદ્રેશ અને અન્ય જવાબદાર કર્મીઓની કામગીરી.પર શંકા થઈ રહી છે.શાહીબાગ પોલીસ ઇન્સ્પેક્ટર કેડી જાડેજા પોલિટિકલ બેગ્રાઉન્ડ હોવાના કારણે તેને પોલીસ કમિશનર દ્વારા છાવરવામાં આવે છે. હવે પોલીસ કમિશનર સામે રાણીપ, બાપુનગર અને શાહીબાગ પીઆઇ સામે કાર્યવાહી કરવામાં સંકોચ હશે તો DGPને કાર્યવાહી કરવામાં આવશે.