Gujarat

ઇઝરાયેલની આર્મીમાં સૌરાષ્ટ્રનાં માણાવદરની બે સગી બહેનો બની ગુજરાતની પ્રથમ સૈનિક મહિલા.

આજે યુવાન કરતા યુવતીઓ દરેક ક્ષેત્રમાં આગળ વધી રહી છે, ત્યારે આપણા દેશનું ગૌરવ વધી રહ્યું કે સ્ત્રીઓ ભારતમાં તો નામ રોશન કરે છે પરંતુ ઇઝરાયેલ જેવા દેશોમાં નામ રોશન કરી રહી છે. આ બંને બહેનો યુવતીઓ સૌરાષ્ટ્રનું ગૈરવ છે, ત્યારે ચાલો જાણીએ કે આખરે આ બંને યુવતિઓએ એવું કામ કર્યું કે તમને પણ ગર્વ થશે કે આખરે આ બહેનો એવી તે શું કામગીરી કરે કે સૌનું રક્ષણ કરી રહી છે.

સૌરાષ્ટ્રનાં જૂનાગઢ જિલ્લાના માણાવદર તાલુકાના નાના એવા કોઠડી ગામના મૂળ વતની મહેર પરિવાર હાલ ઈઝરાયેલ રહે છે અને ત્યાં કરિયાણાના સ્ટોરનો વ્યવસાય કરે છે. આ પરિવારની બે દીકરીઓએ વિશ્વની શક્તિશાળી ગણાતી ઇઝરાયલની સેનામાં સ્થાન મેળવી મહેર સમાજ સાથે માણાવદરનું નામ રોશન કર્યું છે.

ખરેખર આ ગૌરવની વાત છે, ઇઝરાયલની આર્મીમાં પ્રથમ ગુજરાતી મહિલાઓ અને એ પણ આપણાં સૌરાષ્ટ્રની છે એ ખૂબ જ ગૌરવવંતી વાત છે.કોઠડી ગામના વતની જીવાભાઈ મુળિયાસિયા અને તેમના ભાઈ સવદાસભાઇ મુળિયાસિયા બંને ઇઝરાયલના તેલ અવીવમાં સ્થાયી થયેલા છે. તેમની પુત્રીઓ નિશા અને રિયા અત્યારે ઇઝરાયલની આર્મીમાં ફરજ નિભાવે છે. નિશા અત્યારે ઇઝરાયલ આર્મીના ડિપાર્ટમેન્ટ ઓફ કોમ્યુનિકેશન એન્ડ સાઈબર સિક્યુરિટી વિભાગમાં ફરજ બજાવે છે, સાથે જ તે ફ્રન્ટલાઈન યુનિટ હેડ તરીકે પણ કાર્યરત છે.

બીજી બહેન ટ્રેનિંગ બાદ પોસ્ટિંગ મેળવશે જ્યારે રિયા મુળિયાસિયાએ પણ ધોરણ 12 સુધીનો અભ્યાસ કર્યા બાદ સૈન્યમાં જોડાવાનો નિર્ણય કર્યો હતો. હાલ તે ઇઝરાયલની આર્મી પ્રી-સર્વિસમાં છે. જે કમાન્ડોની સમકક્ષ ટ્રેનિંગ છે. 3 માસની ટ્રેનિંગ બાદ જુદી જુદી પરીક્ષાઓ પાસ કર્યા પછી તેને આર્મીમાં પોસ્ટિંગ મળશે. ખરેખર ગુજરાતનું નામ રોશન કર્યું છે અને મહેર સમાજનું નામ બંને બહેનોએ ખૂબ જ આગળ વધાર્યું છે.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gujarati Akhbar ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!