Gujarat

આગામી 24 કલાકમાં સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં પડશે વરસાદ, જાણો હવામાન ખાતા એ શુ આગાહી કરી

ખરેખર ખેડુતો પર તો આફત સર્જાય ગઈ છે, એક તરફ તાઉતે વાવાઝોડાનાં લીધે અનેક તારાજી સર્જાય જેમાં ખેડૂતોને સૌથી વધારે નુકશાન વેઠવું પડ્યું છે, ત્યારે હાલમાં જ ફરી એકવાર કમોસમી વરસાદ થવાની આગાહી હવામાન વિભાગ કરી છે.ખેડૂતોને વાવાઝોડાના કારણે મોટુ નુકશાન થયું છે. ગીર સોમનાથ, ઉના, અમરેલી સહિતના જિલ્લાઓમાં વાવાઝોડાએ ખુબ જ નુકશાન કર્યું છે. ઠેર-ઠેર જગ્યા પર વીજળીના થાંભલા અને વૃક્ષો પણ ધરાશાયી થયા છે.

ખેડૂતોના ખેતરમાં રહેલો પાક વરસાદના કારણે પલળી જતાં તેમને ખેડૂતોને નુકસાનીનો સામનો કરવો પડી રહ્યો છે. તાઉ તે વાવાઝોડાએ ખેડૂતોના ખેતરમાં રહેલા ઉનાળુ અને બાગાયત પાકને ખૂબ જ મોટું નુકશાન કર્યું છે, ત્યારે ગુજરાત સરકારે ખેડૂતોને વળતર ચુકવવામાં આવ્યું છે પરંતુ ફરી એકવાર હવે હવામાન વિભાગ જાહેર કર્યું છેગુજરાતમાં દક્ષિણ અને પશ્ચિમના ગરમ પવનની અસરના કારણે રાજ્યના 11 શહેરોમાં તાપમાનનો પારો 38 ડિગ્રીને પાર કરી ગયો છે. આ જ કારણે હવામાન વિભાગ દ્વારા આગામી 24 કલાકના સમયમાં સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં વરસાદની આગાહી કરે છે.

સુરેન્દ્રનગર અને રાજકોટમાં ગરમીનો પારો 41.5 ડિગ્રી સુધી પહોંચ્યો હતો. ડીસામાં તાપમાનનો પારો 40.3 ડિગ્રી સુધી પહોંચ્યો છે, અમરેલીમાં 39.8, કંડલા એરપોર્ટમાં 39.7, કંડલા પોર્ટ પર 38.6, ગાંધીનગર-અમદાવાદમાં 38.5 ભુજ અને ભાવનગરમાં 38.4 અને વલ્લભવિદ્યાનગરમાં તાપમાનનો પારો 37.4 ડિગ્રી સુધી પહોંચ્યો છે. ગરમીનું પ્રમાણ વધતાં હવામાન વિભાગ દ્વારા વરસાદી ઝાપટાની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગે 24 કલાકમાં સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારમાં વરસાદની આગાહી કરતા સૌરાષ્ટ્રના ખેડૂતો ચિંતામાં છવાઈ ગઈ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gujarati Akhbar ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!