ભયાનક અકસ્માત મા એક જ પરીવાર ના પાંચ લોકો ના મોત થયા ! એક વર્ષ ની બાળકી નો ચમત્કારીક રીતે બચાવ થયો
ઉત્તર પ્રદેશ ના શ્રીવાસ્તવ મા એક ભયાનક અકસ્માત સામે આવ્યો છે જેમાં પાંચ લોકો ના જીવ ગયા છે જયારે એક એક વર્ષ ની બાળકી નો ચમત્કારીક બચાવ થયો છે આ એક અકસ્માત હાઈ વે પર થયો હતો જેમાં ટેમ્પો પલ્ટી જવાથી પાંચ લોકો ના જીવ ગયા હતા.
આ ભયાનક અકસ્માત શુક્રવારે રાત્રી ના સમયગાળા દરમ્યાન થયો હતો જેમા ઈકૌના પોલીસ સ્ટેશન હદ મા થયો હતો. જેમા ટેમ્પા મા લોકો બેસેલા હતા અને ટેમ્પા ની આડે ઈટો આવી હતી અને જેના કારણે ટેમ્પો પલ્ટી મારી ગયો હતો અને તેમા ચાર મહીલા અને એક પુરુષના મોત થયા હતા. અને તમામ એક જ પરીવાર ના છે.
આ ઘટના વિગતે જોઈએ તો અકસ્માત ના થોડા સમય પહેલા જ એક ટ્રેકટર ચાલક નુ ટ્રેકટર પંચર થતા ટ્રેકટર મા રહેલી ઈંટો રોડ વચ્ચે ખાલી કરી ને પંચર કરવા ગયો હતો. જો કે ઈંટો કોઈ ની આડે ના આવે તે માટે યોગ્ય કરી હતી પરંતું છતા ત્યા થી ટેમ્પો નીકળતા ટેમ્પા નુ બેલેન્સ બગડતા પલ્ટી મારી ગયો હતો અના સામે થી આવતો ટ્રક તેના પર ચડી ગયો હતો. અને ગંભીર અકસ્માત થયો હતો.
જાણવા મળી રહ્યું છે કે ટેમ્પા સવાર બહરાઇચમાં દરગાહથી જીયારત કરીને પરત ફરી રહ્યા હતા. તેઓ નજીકના હાશિમપરામાં પેડિયા ગામ જઈ રહ્યા હતા, પરંતુ ઘરે પહોંચતા પહેલા અકસ્માત સર્જાયો હતો. ટેમ્પોમાં એક જ પરિવારના 9 લોકો હતા. આ અકસ્માત મા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.