રેંકડીમાં આઇસ્ક્રીમ વેચનારએ અબજો રૂપિયાની ઉભી કરી! હેવમોર આઈસ્ક્રીમની સફર કરાંચી થી અમદાવાદ સુધી…

જીવનમાં દુઃખ પછી જે સુખ આવે છે, તેની જ ખરા અર્થે સાચી કિંમત હોય છે. આજે આપણે એક એવા વ્યક્તિનાં જીવન વિશે વાત કરવાની છે જેને એક સમયે સૌથી ખરાબ સમય જોયેલો હતો પરંતુ આજે તેમની પાસે અઢળક સંપત્તિ છે તેમજ સાથો સાથ માન સન્નામાન પણ ખરું!ખરેખર જીવનમાં બંધ આંખે જોયેલા સ્વપ્ન પણ હકીકત બને છે. આજે આપણે વાત કરીશું હેવમોર આઈસ્ક્રીમની સફર વિશે કે કંઈ રિતે રેકડીમાં થી એક મોટી બ્રાન્ડ બની.

જગતમાં અનેક આઇસ્ક્રીમ કંપનીઓ છે, જેમાં પ્રદીપ ચૌના ખૂબ જ સફળતા મેળવી એક સમયે ભારત-પાક ભાગલા વખતે પ્રદિપભાઇ પરિવાર સાથે અમદાવાદ આવ્યા ત્યારે તેમનું સર્વસ્વ લાહોરમાં જ છૂટી ગયુ હતું. તેમના પિતા પાસે ફક્ત આઈસ્ક્રીમ બનાવવાની કળા હતી. આમ પણ કહેવાય છે કે, જગતમાં કંઈ પણ વસ્તુઓ છીનવી શકાય છે પરતું તમારા અંદર રહેલ કળા કોઈ નથી લઈ શકતું.

કાલુપુર રેલ્વે સ્ટેશન નજીક સ્લમ વિસ્તારમાં રહેતા અને રેંકડી પર આઈસ્ક્રીમ વેચતા. આજે ભલે પ્રદિપભાઇ કલક્ઝુરિયસ ગાડીમાં ફરે છે પણ મને એવા દિવસો હતા કે કાલુપુર રેલ્વે સ્ટેશન નજીક એક નાનકડા ઝૂંપડામાં રહેતા હતા અને શૌચ કરવા માટે ડબ્બો લઇને રેલ્વે ટ્રેક પર જતા . કહેવાય છે ને કે જીવનમાં ખરાબ સમય જોયા પછી સારા દિવસો આવે ત્યારે માણસ ને પૈસાનું અભીમાન નથી આવતું.પિતા પાસેથી આઈસ્ક્રીમ બનાવવા અને ધંધો કરવાના ગુણ શીખીને પ્રદિપભાઇએ હેવમોરની પ્રથમ દુકાન કરી ત્યારે તેમની પાસે ફક્ત 4 વર્કર્સ હતા. આજે વર્ષે 150 કરોડથી પણ વધુનો ટર્નઓવર કરતી હેવમોર કંપની પાસે 500થી પણ વધુ કર્મચારીઓ છે

પાકિસ્તાનથી સીધા અમદાવાદ નહોતા ભારતમાં સૌથી પહેલા અમે સુરતમાં રોકાયા અને ત્યાં આઈસ્ક્રીમના ધંધાની શરૂઆત કરી હતી પરંતુ ત્યાં ધંધો જામ્યો નહીં તેથી સુરત છોડીને અમે અમદાવાદ આવ્યા અને અમદાવાદ આવ્યા પછી ક્યારે પાછું વળીને જોયું નથી
આજે હવેમોર આ બ્રાન્ડને કોઈ ઓળખની જરૂર નથી, કારણકે શહેરમાં દર એક કિલોમીટરે તેમના આઈસ્ક્રીમ પાર્લર છે. સાથે જ ચેઇન ઓફ રેસ્ટોરન્ટ્સ પણ છે. લોકો આ આઈસ્ક્રીમને મન ભરીને માણે છે. પ્રદીપભાઈ એક સફળ બિઝનેસમેન હોવા છતાં સાદગી, શિસ્તતા અને પાવરફૂલ મેનેજમેન્ટના ગુણો તેમનામાં સ્પષ્ટ રીતે દેખાઈ આવે છે.

આજના સમયમાં હેવમોર આઇસ્ક્રીમ માટે ગુજરાતની નંબર વન બ્રાન્ડ બની ગઇ છે. આઈસ્ક્રીમની શરૂઆત પિતા કરાંચીમાં બ્રિટીશ ઓવરસીઝ એરલાઇન્સ કોર્પોરેશનમાં ગ્રાઉન્ડ એન્જિનિયર તરીકે કામ કરતા હતા. કાકા હાથથી ચાલતા મશીનો દ્વારા વિવિધ પ્રકારના આઇસ્ક્રીમ બનાવતા ભારત આવ્યા પછી તેઓ દેહરાદૂનમાં સ્થાયી થયા અને ત્યાં આઇસ્ક્રીમની બ્રાન્ડ શરૂ કરી પણ તે ઠંડો પ્રદેશ હોવાથી ત્યાં સફળતા ન મળી અને તેઓ ત્યાંથી ઇન્દોર શિફ્ટ થયા. ત્યાં પણ તેમને આઇસ્ક્રીમના વ્યવસાયમાં વધારે સફળતા ન મળી. સતત સંઘર્ષ કરતાં હોવા છતાં પણ પ્રદિપ ચૌનાના પિતા સતિષ ચૌનાએ હાર ન માની.

એક સમય તો એવો આવી ગયો કે તેમની મમ્મીના બધા જ દાગીના પણ વેચાઇ ગયા. પણ તેમના પિતા અમદાવાદ આવ્યાં અને રેલ્વે સ્ટેશન પાસે તેમણે એક નાનકડી આઇસ્ક્રીમની રેંકડી સ્થાપી. જે અંગે વાત કરતાં પ્રદિપ ચૌના કહે છે, ‘મોટુમલ’ અને ‘તનુમલ’ના નામે શરબતની શરૂઆત કરી.” સાથે જ યુનિયનના લોકોને સમજ્યા અને બસ ત્યારથી તેમના સંઘર્ષના દિવસો દૂર થયા અને સફળતાના દિવસો શરૂ થયા.

 

પ્રદિપભાઇ કહે છે,વર્ષ 1944માં પિતાએ હેવમોરના નામે શરૂ કરેલા આઇસ્ક્રીના બિઝનેસને અમેં અથાગ મહેનતથી સફળતાના શિખરો સુધી પહોંચાડી શક્યાં છીએ. પ્રદિપ ચૌનાએ પણ પિતા સાથે થોડા સંઘર્ષના દિવસો જોયા છે. પણ વર્ષ 1953માં મિલમાલિક કેશુભાઇ શેઠે રિલિફ રોડ પર કેટલીક જમીન રેસ્ટોરેન્ટ માટે નોનવેજ આઇટમ ન બનાવવાની શરતે આપી. સતીશ ચૌનાએ આઈસ્ક્રીમ સાથે છોલે ભટુરે અને પંજાબી વાનગીની રેસ્ટોરેન્ટ શરૂ કરી અને તેમાં પણ સફળતા મળી.ખરેખર આને કહેવાય કે જીવન મહેનત થકી કંઈ પણ મેળવી શકાય છે.

તમે અહીંથી શેર કરી શકો છો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *