ભારતીય ટીમના ક્રિકટર રવીન્દ્ર જાડેજાએ રીવાબા જાડેજા સાથે માં આશાપુરાના મઢે દર્શન કર્યા, શેર કરી ખાસ તસવીરો..
ભારતીય ટીમના ક્રિકેટર રવીન્દ્ર જાડેજા અને જામનગરના ધારાસભ્ય શ્રી રીવા બાદ જાડેજા બંને ઉચ્ચ પદ પર બિરાજામાન હોવા છતાં પણ તેમનું જીવન ખૂબ જ સરળ અને સાદગી ભર્યું છે. બંને દંપતી અવારનવાર માં આશાપુરાના મઢે દર્શનાર્થે જાય છે, સૌથી ખાસ વાત એ છે કે, બંને દંપતી સામાન્ય વ્યક્તિની જેમ જ મંદિરે જાય છે. હાલમાં એક તરફ આઇ.પી.એલ શરૂ છે, ત્યારે રવીન્દ્ર જાડેજાએ પોતાના પત્ની રિવાબા જાડેજા સાથે માં આશાપુરાના દર્શન કર્યા.
રવીન્દ્ર જાડેજાએ આ ખસ તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી છે. આ તસવીર પોસ્ટ કર્યા બાદ સૌ કોઈ તેમના ચાહકો કોમેન્ટ્સ બોક્સમાં પ્રતક્રિયાઑ આપી રહ્યા છે તેમજ માતાજીનો જયકાર ગુંજાવી રહ્યા છે. ખરેખર રીવાબા જાડેજા અને રવીન્દ્ર જાડેજા ખૂબ જ ધાર્મિક છે, તેઓ માતાજી પર અતૂટ વિશ્વાસ ધરાવે છે,જેથી તેઓ અવારનવાર માતાજીના દર્શનાથે પધારે છે. સૌથી ખાસ વાત એ કે બંને દંપતી સામાન્ય પહેરવેશ પહેરીને જ માતાજીના દર્શન કરવા જાય છે.
સોશિયલ મીડિયા પર પોસ્ટ કરેલ તસવીરોમાં જોઈ શકશો કે, રિવાબએ લાલ રંગની સાડી પહેરી છે, જ્યારે રવીન્દ્ર જાડેજાએ પેન્ટ શર્ટ પર પાઘડીવાળી છે. રવીન્દ્ર જાડેજાએ આ તસવીરો શેર કરતી વખતે લખ્યું છે કે, શ્રદ્ધેય દેશદેવી માઁ આશાપુરાની પૂજા અને ભક્તિથી સૌનું ઉત્થાન થજો, એ જ મંગલ કામના સાથે જય માતાજી, જય હો માં મઢવાળી. સૌથી ખાસ વાત એ છે કે, મા આશાપુરા જાડેજા પરિવારના કુળદેવી છે અને આ કારણે તેઓ વારંવાર દર્શન કરવા પધારે છે
આશાપુરા માતાનું મુખ્ય અને મૂળ મંદિર, કચ્છના માતાનો મઢમાં આવેલું છે, જ્યાં કચ્છના જાડેજા શાસકો તેમની કુલદેવી અને પ્રદેશના મુખ્ય વાલી દેવતા તરીકે પૂજે છે.આ મંદિર ભુજથી ૮૦ કિમી દૂર આવેલું છે. તેનું બાંધકામ ઈ.સ. ૧૩૦૦ની આસપાસ તે સમયના કચ્છના રાજવી લાખો ફુલાણીના દરબારના કરાડ વાણિયા મંત્રીઓ દ્વારા કરાવવામાં આવ્યું હતું. તે દેવીના આશીર્વાદ મેળવી યુદ્ધ જીત્યા બાદ જાડેજા શાસકો દ્વારા કુલદેવી તરીકે સ્વીકારવામાં આવ્યા હતા.
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.