હવામાન વિભાગ બાદ અંબાલાલ પટેલે ખેડૂતોને મુક્યા ચિંતામાં!! આટલા દિવસ ગાજવીજ સાથે વરસાદની આગાહી કરી..જાણો પુરી આગાહી
હાલમાં ઉનાળાની ઋતુમાં કમોસમી વરસાદ થઈ રહ્યો છે ત્યારે ખરેખર આ એક કુદરતનો જ કમાલ છે. આપણે સૌ કોઈ જાણીએ છીએ કે ગુજરાતના અનેક વિસ્તારોમાં ભારે આધી વંટોળ સાથે વરસાદ થઈ રહ્યો છે ત્યારે હાલમાં અંબાલાલ પટેલે પણ વરસાદને લઈને મોટી આગાહી કરી છે આ પહેલા પરેશ ગોસ્વામી એ પણ વરસાદને લઈને આગાહી કરી છે તેમજ હવામાન વિભાગે પણ વરસાદને લઈને આગાહી કરી છે ત્યારે ગુજરાતમાં આગામી દિવસોમાં આધિ અને વંટોળ સાથે વરસાદ થવાની શક્યતા છે
અંબાલાલ પટેલ ની આગાહી અનુસાર આગામી ત્રણ દિવસોમાં પણ વરસાદની શક્યતા છે. પટેલે આગાહી કરતા જણાવેલું હતું કે તારીખ 12 થી લઈને સોલ મેં સુધી ગુજરાતમાં આંધી અને વંટોળ સાથે વરસાદ થશે જેમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં ગાજવીજ સાથે સામાન્ય વરસાદની શક્યતા છે, વડોદરા અને મહેસાણા પણ ગાજવીજ સાથે વરસાદી માહોલ યથાવત્ રહેશે.
હવામાન વિભાગે પણ વરસાદને લઈને આગાહી કરી છે, આજ રોજ હવામાન વિભાગ આગાહી કરતા જણાવ્યું છે કે તારીખ 14 થી લઈને 16 સુધી વરસાદ થશે.ઉલ્લેખનીય છે કે ગઈકાલે સાંજના 4:30 વાગ્યા બાદ વાતાવરણમાં એકાએક પલટો આવીને આંધી સહિત ભારે પવન ફૂંકાયો હતો અને વરસાદી ઝાપટાં વરસ્યાં હતાં. આજે આ પ્રકારની સ્થિતિ સર્જાઈ શકે છે.
હાલમાં કમોસમી વરસાદ થતાં ખેડતોનોમાં ચિંતા નો માહોલ સર્જાયો છે કારણકે વરસાદને કારણે તેના પાકોને વધારે નુકસાન થઈ શકે છે આપણે જાણીએ છીએ કે અંબાલાલ પટેલ ની આગાહી મહદંશે સાચી પડતી હોય છે અને તેમની આગાહી અનુસાર ૧૨ થી ૧૬ તારીખ વરસાદ થશે. ગઈકાલે ભારે વરસાદ આવ્યો હતો, હવે આગામી દિવસોમાં પણ ગાજવીજ સાથે વરસાદ આવશે.
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.