Gujarat

અમદાવાદમાં બેફામ બનેલ ડમ્પર ચાલકે બે મિત્રોને અડફેટે લીધા! યુવકને ટાયર નીચે કચડી નાંખ્યા બાદ ડમ્પર ચાલકે એવી ક્રુરતા કરી કે….

ગુજરાતમાં એક પણ સવાર એવી નથી હોતી કે, રોડ અકસ્માતમાં મુત્યુ પામેલ વ્યક્તિનાં સમાચાર સામે ન આવ્યા હોય. હાલમાં ફરી એકવાર આવો બનાવ બન્યો છે. તમને જાણીને આશ્ચર્ય થશે કે,હાલમાં જ પૂર્વ વિસ્તારમાં એસ.પી.રિંગ રોડ ઉપર હિટ એન્ડ રનના બનાવ બન્યો છે. આ ઘટના અંગે વધુ વિગતવાર માહિતી જાણીએ તો, કઠવાડા વિસ્તારમાં મોપેડને ડમ્પર ચાલક ટક્કર મારતા બે મિત્રોનો જીવ જોખમમાં મુકાયો હતો.

આ બનાવ અંગે જાણવા મળ્યું હતું કે, ડમ્પર એ ટક્કર મારતા જ એક યુવકના શરીર ઉપર ટાયર ફરી વળતાં સારવાર દરમિયાન મોત થયું હતું, જ્યારે પાછળ બેઠેલો યુવક ઘાયલ થયો હતો. આ ઘટનાની જાણ થતાં જ તાત્કાલિક જ ટ્રાફિક પોલીસે ગુનો નાંેેધી વધુ તપાસ હાથ ધરી છે.

આ ઘટનામાં મુત્યુ પામનાર વ્યક્તિની માહિતી જાણીએ તો,
ઇસનપુર સરદાર ચોક  પાસે કૃષ્ણાકુંજ સોસાયટીમાં રહેતા રત્નાકર ઉર્ફે રાહુલ નરસિંહભાઇ રાજપૂત એ  ટ્રાફિક આઇ ડિવિઝન પોલીસ સ્ટશનમાં ફરિયાદ નોંધાવી છે. આ ઘટના ત્યારે બની જ્યારે વિજયભાઇ કિશનલાલ ચૌહાણ મોપેડ લઇને નિકોલ તરફ ગયા હતા અને પરત આવતા હતા

ત્યારે બપોરે ૨.૩૦ વાગે ઓઢવ રિંગ રોડ  ઉપર કઠવાડા ચાર રસ્તા પાસે ઓઢવ બ્રિજ તરફ જતા હતા આ સમયેે પૂર ઝડપે આવી રહેલા  ડમ્પર ચાલકે પોતાના વાહનના સ્ટિયરિંગ પરનો કાબુ ગુમાવી બેસતા પાછળથી મોપેડને ટક્કર મારી હતીજેના કારણે બન્ને જણા રોડ ઉપર પટકાયા હતા અને વિજયના પેટ ઉપર ડમ્પરનું ટાયર  ફરી વળ્યુ હતું,  અકસ્માત કરીને ડમ્પર લઇને ડ્રાઇવર નાસી ગયો હતો. પોલીસે ગુનો નોંધી નંબર આધારે ડમ્પર ચાલકની શોધખોળ હાથ ધરી છે.

નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gujarati Akhbar ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!