Gujarat

એક જ ઘરમા રહે છે 72 સભ્યો નો પરીવાર ! ઘરખર્ચ જોઈ ને લાગશે કે આખા ગામનો ખર્ચ છે પણ પરિવાર એકતા એવી કે

આજના સમયમાં સંયુક્ત પરિવારનું અસ્તિત્વ જોવા નથી મળી રહ્યું. સૌ કોઈ લોકો હવે એકલા રહેવાનું વધારે પસંદ કરે છે પરંતુ કહેવાય છે ને કે, આ જગતમાં સૌ કોઈ સરખું નથી હોતું. આજે અમે આપને એક એવા ગામની વાત કિરીશું, જ્યાં એક જ ઘરમાં 72 લોકો સાથે રહે છે. આ સંયુક્ત કુટુંબનું ઉત્તમ ઉદાહરણ છે પરંતુ આ કુટુંબનો દૈનિક ખર્ચ સાંભળીને તમે પણ ચોંકી જશો. ચાલો અમે આપને આ કુટુંબ વીશે વધુ માહિતગાર કરીએ.

મહારાષ્ટ્રનાં સોલાપુરમાં રહેતા દોઇજોડ પરિવાર ખૂબ જ ચર્ચાનો વિષય બન્યા છે અને આ પરિવાર લોકો માટે એક શ્રેષ્ઠ ઉદાહરણ પણ બન્યા છે. એક તરફ લોકો સંયુકત કુટુંબમાં રહેવાનું પસંદ નથી કરતા એવા સમયગાળામાં આ પરિવારમાં એકી સાથે 72 સભ્યો સાથે હળીમળીને રહે છે. દોઇજોડે પરિવાર મૂળ કર્ણાટકનો છે અને લગભગ 100 વર્ષ પહેલા સોલાપુર આવ્યો હતો.

આ વેપારી પરિવારની ચાર પેઢીઓ એક ઘરમાં સાથે રહે છે. તમને જાણીને નવાઈ લાગશે કે, રોજના 1000 થી 1200 રૂપિયા સુધીના શાકભાજીનો ખર્ચ થાય છે તેમજ એક દિવસમાં 10 લિટર દૂધનો ખર્ચ આવે છે. નોન-વેજ ફૂડની કિંમત આના કરતાં ત્રણથી ચાર ગણી વધારે છે હોય છે. આખા વર્ષ દરમિયાન ચોખા, ઘઉં અને દાળની ખરીદી કરીએ છીએ. આશરે 40 થી 50 બોરીઓ ઉપયોગમાં લેવાય છે.

આ પરિવારનો સોશીયલ મીડિયામાં એક વિડીયો વાયરલ થયો છે અને આ વીડિયો જોઇને સૌ કોઈએ પોતાનાં મંતવ્યો કોમેન્ટ બોક્સમાં રજૂ કરીને આ પરિવારના વખાણ કર્યા છે. ખરેખર આ પરિવાર સમાજના દરેક લોકો માટે પ્રેરણાદાયી છે. એક તરફ લોકો આજે એકલા રહેવાનું પસંદ કરે છે, એવા સમયમાં એકી સાથે 72 લોકોનું સાથે રહેવું તેમજ આટલો ઘર ખર્ચે ઉઠાવવો એ સૌથી મોટી વાત છે પરંતુ કહેવાય ને સંપ હોય ત્યાં હમેંશા ઈશ્વરનો હાથ હોય છે અને આ પરિવારની મહિલાઓ અને ભાઈઓ અને બાળકો સૌ સાથે પસંદ રહેવાનું પસંદ કરે છે.

સોશીયલ મીડિયામાં આ પરિવારનો વીડિયો ખૂબ જ વાયરલ થયો છે અને આ વીડિયો શેર કરતી વખતે લખ્યું છે કે, ભારતમાં સંયુક્ત પરિવારની સુંદરતા. ખરેખર આ એક વાસ્તવિકતા છે એક, આપણી પરંપરા સંયુકત કુટુંબની છે પરંતુ મોર્ડન સમયમાં આજની યુવાપેઢી નાના પરિવાર ને સુખી પરિવાર માને છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gujarati Akhbar ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!