વૃધ્ધ મહિલા એ આત્મહત્યા કરી લીધી , સ્યુસાઈડ નોટ મા જણાવ્યું આ કારણ
આત્મ હત્યા ના બનાવો સતત સામે આવી રહ્યા છે ખાસ કરી ને આજ ની યુવા પેઢી જલદી હિમ્મત હારી જાય છે અને નાની બાબતો ને લઈ ને આત્મ હત્યા કરી લેતા હોય છે. પરંતુ તાજેતર મા એક બનાવ સામે આવ્યો છે જેમાં એક વૃદ્ધ મહિલા એ આત્મહત્યા કરી લીધી છે. જે વૃધ્ધા નુ નામ આનંદબેન બાબુભાઈ પોલ જાણવા મળી રહયુ છે.
અમદાવાદ વસ્ત્રાલ તળાવ નજીક અવાવરુ જગ્યા પર એક વૃધ્ધા ની લાશ મળી આવતા ચકચાર મચી જવા પામ્યો હતો. વૃધ્ધા ની લાશ એવી હાલત મા હતી કે શરુવાત મા હત્યા હોય એવુ લાગી રહ્યુ હતુ પરંતુ પોલીસની પ્રાથમીક તપાસ મા આત્મ હત્યા કરી હોય તેવુ સામે આવ્યુ હતુ.
પોલીસ તપાસ મા સામે આવ્યુ હતુ કે વસ્ત્રાલ મા રહેતા તેજેન્દ્ર ક્રિસ્ટલમાં વૃધ્ધ મહિલા નુ નામ આનંદીબેન બાબુભાઈ પોલ હતુ અને તેની ઉમર 63 વર્ષ ની હતી. આનંદની બહેને તારીખ 7 ના રોજ ઘર છોડી દીધું હતુ અને ઘર છોડવાનું કારણ તેની બીમારી હતુ. આ ઉપરાંત તેવો એ લખેલી સ્યુસાઈડ નોટ મા લખ્યુ હતુ કે.
હુ બીમારી દવા ખાઈ કંટાળી આપઘાત કરી રહી છુ જેમાં માટે કોઈ જવાબદાર નથી. હોવાનું લખ્યું હતુ. વૃદ્ધ મહિલા આનંદીબેન જંતુનાશક દવા પી આપઘાત કર્યો હોવાનું પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે..પરંતુ પીએમ રિપોર્ટ અને એફએસએલના રિપોર્ટ આવ્યા બાદ સાચી હકીકત સામે આવી શકે છે.