સોમનાથ મહાદેવના દર્શન કરીને આવતા પરિવારને નડ્યો અકસ્તમાત! ટ્રકે ટક્કર મારતા 25 ફૂટ સુધી કાર ફગોળાઈ..

આપણે જાણીએ છે કે, દિનપ્રતિદિન રોડ અકસ્માતનાં બનાવ બને છે. ત્યારે હાલમાં જ એક પરિવાર સોમનાથ મહાદેવના દર્શનાર્થે ગયું હતું અને ભગવાન ભોળાનાથ નાં આર્શીવાદ ફળ્યા નહિ અને કાળ ભરખી ગયો. આ ઘટનામાં શુ બનાવ બન્યો એ અમે આપને જણાવીશું.વાત જાણે એમ છે કે, રાજકોટ મોરબી હાઇવે પર આવેલા ગૌરીદડ ગામ નજીક ઇકો કાર અને કન્ટેનર ટ્રક વચ્ચે અકસ્માત સર્જાતા એક વ્યક્તિનું ઘટનાસ્થળે મોત થયું હતું.

આ સિવાય છ વ્યક્તિઓ ઈજા થતા તાત્કાલિક 108ને થતાં 108 ઈમરજન્સી સેવા કર્મચારીઓ ઘટના સ્થળે પહોંચ્યા બાદ તાત્કાલિક અસરથી ઇજાગ્રસ્તોને રાજકોટ શહેરની સિવિલ હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવ્યા હતા.સૂત્ર દ્વારા જાણવા મળ્યું હતું કે, રાત્રિના સાડા નવ વાગ્યા આસપાસ એક ઇકો કાર ઊભી હતી. બે પુરુષો ચા નાસ્તો કરવા નીચે ઉતર્યા હતા.મહિલાઓ અંદર કારમાં બેઠી હતી આ દરમીયાન એક ટ્રક કંટેનર પુરપાટ ઝડપે પાછળથી ઘસી આવ્યું હતું.

આ ઘટના વીશે પરિવાર કહ્યું કે અમે માંડવીથી કાર ભાડે કરીને સોમનાથ અને બીજા ધાર્મિક સ્થળોએ દર્શન કરવા ગયા હતા અને આજ દરમીયાન નાસ્તો કરવા માટે ગાડી ઉભી રાખવમાં આવી હતી અને આ જ દરમિયાન અચનાક આ બનાવ બનતા. લોકોનો જીવ ગયો છે. હાલમાં તો રા કન્ટેનર વિરુદ્ધ ગુનો દાખલ કરી તેની ધરપકડ પણ કરવામાં આવી છે.ખરેખર આ એક ખૂબ જ દુઃખ ઘટના બની છે. આપણે સૌ કોઈ ભગવાનને પ્રાર્થના કરીએ કે, ઈશ્વર મૃતકોની આત્મને શાંતિ આપે.

તમે અહીંથી શેર કરી શકો છો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *