Gujarat

અમદાવાદમાં છેડતી કરનારા રોમિયોને સ્કૂલની છોકરીઓએ જાહેરમાં મેથીપાક ચખાડ્યો, વીડિયો વાઈરલ

ગુજરાતમાં (Gujarat)અને અન્ય શહેરોમાં પણ રેપ તેમજ છેડતીઓના અનેક બનાવો બને છે, ત્યારે હાલમાં જ અમદાવાદમાં પણ આવી જ ઘટના ઘટી છે, આ ઘટના દરેક રોમિયોગીરી કરતા યુવાનો માટે ચેતવણી સમાન છે, જ્યારે દરેક યુવતીઓ માટે આ ઘટના એક સાવચેતી અને સલામતી માટે શું કરવું જોઈએ તે માટે છે. ખરેખર અત્યાર સુધી તમે આવો બનાવ ભાગ્યે જ જોયો હશે. આ બનાવ અંગે વધુ વિગતવાર જણાવીએ.

સૂત્ર દ્વારા જાણવા મળ્યું છે કે, અમદાવાદના (Ahemdabad) ભુલાભાઈ ચાર રસ્ત સ્કૂલની વિધાર્થીનિઓએ રોમિયોગિરી કરનાર યુવાનને ભારે મેથીપાક ચખાડ્યો. આ વીડિયોમાં તમેં જોઈ શકશો કે બંન્ને યુવતીઓએ એવો માર માર્યો છે કે, આ યુવાન કોઈ દિવસ કોઈ છોકરી સામે આંખ ઉઠાવીને જોવાની હિંમત પણ નહી કરે.

આ બંને યુવતીઓ સગીર વયની છે અને વીડિયોમાં જોઈ શકો છો કે યુવતીએ યુનિફોર્મ પહેર્યો છે, જે યુવાને પટ્ટાથી મારી અને પગેથી લાત માર મારી રહી છે. આ દરમિયાન કોઈ વ્યક્તિએ ઘટનાનો વીડિયો ઉતારી લીધો હતો અને આ વિડિયો હાલમાં સોશિયલ મીડિયામાં (Social media )ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે.

આ બનાવમાં જાણવા મળ્યું છે કે, યુવતીઓએ જણાવેલ કે આ યુવક તેમની છેડતી કરી રહ્યો હતો. આ કારણે જ બંને યુવતીઓએ યુવકની રસ્તા પર જ મેથીપાક ચખાવી દીધો. હાલમાં સમગ્ર મામલે કાગડાપીઠ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ (Police station FRI) નોંધવાની તજવીજ હાથ ધરી છે. એક રીતે આ યુવતીઓએ પોતાના આત્મરક્ષણ માટે જે કર્યું છે અને આ દરેક યુવાનો માટે ચેતવણી સમાન છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gujarati Akhbar ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!