ભારતીય સ્ટાર ક્રિકેટર અક્ષર પટેલ અને મેહાની લગ્ન પછી ની ખુબ સુંદર તસવીરો આવી સામે ! જુઓ તસ્વીરો
હાલમાં ગુજરાત ભરમાં લગ્નનો માહોલ છે, ત્યારે ભારતીય ક્રિકેટ ટીમનો સ્ટાર ઓલરાઉન્ડ અક્ષર પટેલ લગ્નના બંધને બંધાયા છે. તમને જાણીને નવાઈ લાગશે કે, અક્ષર પટેલ તેની ગર્લફ્રેન્ડ મેહા પટેલ સાથે લગ્ન કર્યા છે.અક્ષર પટેલ અને મેહા લાંબા સમયથી એકબીજાને ડેટ કરી રહ્યાં હતાં.
આ પહેલા અક્ષર પટેલે અગાઉ પોતાના બર્થ ડે પર 2022ની 20મી જાન્યુઆરીએ પોતાના જન્મદિવસ પર ગર્લફ્રેન્ડ મેહાને પ્રપોઝ કર્યું હતું. 29 વર્ષીય ભારતીય ક્રિકેટરે એક વર્ષ પહેલા મેહા સાથે સગાઈ કરી હતી.
મેંહા પટેલ વ્યવસાયે ડાયટિશિયન અને ન્યુટ્રિશનિસ્ટ છે. તે સોશિયલ મીડિયા પર ડાયટ પ્લાન પણ શેર કરે છે. અક્ષર પટેલ અને મેહા પણ ઘણી વખત સાથે રજાઓ માળતા જોવા મળ્યા છે.
આપણે જાણીએ આ પહેલા અક્ષર પટેલ અને મેહા પટેલનાં લગ્ન ફોટોઝની સસાથે અગાઉ મહેંદી સેરેમનીના પણ કેટલાક વીડિયો સોશ્યલ મીડિયા પર વાયરલ થયા હતા.
હાલમાં આ લગ્નને લઈને અક્ષરના ચાહકોમાં પણ ખુશીનો માહોલ છે. ખરેખર આ લગ્ન ખૂબ જ શાનદાર અને ભવ્ય રીતે યોજાયા હતા. હાલમાં ચારોતરફ આ લગ્નને લઈને ચર્ચાઓ થઈ રહી છે.
લગ્ન બાદ પહેલીવાર બંને પતિ પત્નીએ સાથે ખૂબ જ સુંદર તસ્વીરો પોસ્ટ કરી છે. આ તસવીરોમાં તમે જોઈ શકો છો કે, મેહા ગોલ્ડન કલરમાં ખૂબ જ સુંદર લાગે છે અને સેંથામાં સિંદૂર અને ગળામાં મંગલસૂત્ર તેમની સુંદરતાને વધારી રહ્યું છે. આ તસ્વીરો જોઈને તમામ ચાહકો પણ આશ્ચયમાં મુકાઈ ગયા છે.
હવે આખરે બંને લગ્ન કરીને પતિ પત્નીના પવિત્ર પ્રેમ સંબંધે બંધાયા છે. ખરેખર ખરેખર આ ખૂબ જ ખુશીનો અવસર છે અને લોકોમાં પણ ખૂબ જ ઉત્સાહ જોવા મળી રહ્યો છે.