Gujarat

SURAT‘મજા કરવી હોય તો સાબુ લઈને ઘરે આવી જાવ’, મહિલાએ વરાછાના વેપારીને વોટ્સએપ કર્યો અને પછી વેપારી સાથે થયું એ જીવનભર નહી ભુલે

આપણે જાણીએ છે કે, અનેકવાર હનીટ્રેપના બનાવો બનતા હોય છે. હાલમાં જ સુરત શહેરમાં વધુ એક બનાવ સામે આવ્યો છે. વેપારીને મહિલા ગ્રાહક સાથે મસ્તી કરવી ખુબ જ ભારે પડી હતી. આ ઘટના અંગે વધુ વિગતવાર માહિતી અમે આપને જણાવીએ. સૂત્ર દ્વારા જાણવા મળ્યું છે કે, મોટા વરાછા સ્થિત સુમન નિવાસ ખાતે ડી 404 ખાતે રહેતી સોનલ સાવલિયા તેના પતિ અને મળતિયા દ્વારા વેપારી પાસેથી પાંચ લાખ રૂપિયા પડાવવા માટે હનીટ્રેપ કરવામાં આવી હતી.

મહિલા ગ્રાહક વોટ્સએપ પર મીઠી મીઠી વાતો કરીને શારીરિક સંબંધ માટે લલચાવી ઘરે બોલાવીને એવી રીતે ફસાવ્યો કે જાણીને તમે પણ ચોકી જશો.આ બનાવ અંગે સમયસર જ સરથાણા જકાતનાકા સ્થિત વ્રજ ચોક રેસિડેન્સી ખાતે રહેતા પ્રતિક વિનુભાઇ કોરાટે આ અંગે ફરિયાદ નોંધાવી હતી.આ બનાવ કઈ રીતે બન્યો હતો તે અંગે વિગતવાર માહિતી જણાવીએ. વેપારી આ બનાવ અંગે જણાવ્યું કે, વોટસઅપ પર તેની મુલાકાત સોનલ સાવલિયા સાથે થઇ હતી. ત્યારબાદ સોનલ સાવલિયાએ મજા કરવી હોય તો તેના ઘરે સાબુ સાથે લઇને આવવા માટે કહ્યું હતું.

એ પણ જણાવ્યું હતું કે, સવારે નવ વાગ્યે તેના પતિ ઘરે ન હોય, જેથી તે દરમિયાન આવજો. ઘરે ગયા બાદ અચાનક બહારથીબે માણસો આવી ચડયા હતા.જેમાંથી એક ભીખુ સાવલિયા નામના આરોપીએ તે સોનલનો પતિ હોવાનું જણાવ્યું હતું. તેમણે ‘મારી પત્ની સાથે શુ કરે કરે છે તેમ કહી તેમને માર માર્યો હતો.

ત્યાર બાદ તેની સાથે આવેલા જયદીપ ભૂવા અને દેવેન્દ્ર ખેરડિયાએ તેમને એક રૂમમાં પૂરી દીધો હતો અને ત્યાર બાદ પાંચ લાખ રૂપિયાની માગણી કરી હતી. ત્યાર બાદ રૂપિયા 1.10 લાખમાં સમાધાન થયું હતું. જેમાંથી તેમણે 25 હજાર રૂપિયા પડાવી લીધા હતા. આ બાબતે ફરિયાદ થતાં પોલીસે સાવલિયા દંપતિની ધપરકડ કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gujarati Akhbar ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!