Entertainment

અક્ષય કુમાર ની માતા અરુણા નુ નીધન થયુ ! અક્ષય કુમારે કીધું..

હાલમાં સિદ્ધાર્થનાં નિધન થી જ ફિલ્મ જગત અને ટીવી જગતમાં શોકની લાગણીઓ છવાઈ ગયેલ છે, ત્યારે ફરી એકવાર એક ખૂબ દુઃખ સમાચાર આવ્યા છે, જેને જાણીને ફરી એકવાર બૉલીવુડ શોકમય બની ગયું છે. આ ઘટના આજે સવારે જ બની છે, અને તમને જાણીને આઘાત લાગશે કે બોલીવુડના સૌથી લોકપ્રિય અભિનેતા અક્ષય કુમારની માતાનું નિધન થયું છે અને આ દુઃખ વાત તેમને પોતે જ આજે સવારે ટ્વીટ કરીને જાહેર કરેલ.

સૂત્ર દ્વારા જાણવા મળ્યું હતું કે, અક્ષય કુમારના માતા અરુણા ભાટિયાનું બુધવારે સવારે નિધન થયું છે. થોડા દિવસ પહેલા જ તેમની તબિયત ખરાબ થતાં તેમને મુંબઈની એક હોસ્પિટલમાં આઈસીયુમાં દાખલ કરવામાં આવ્યા હતા. માતાને હોસ્પિટલમાં દાખલ કરાયા હોવાની જાણ થતાં જ અક્ષય કુમાર તાત્કાલિક લંડનથી ફ્લાઈટ પકડીને મુંબઈ પરત આવ્યો હતો અને મુશ્કેલીના સમયમાં માતાની પડખે રહ્યો હતો.

અક્ષય કુમારે લખ્યું છે કે ‘તેઓ મારા માટે મહત્વના હતા અને મારા અસ્તિત્વના ખૂબ મહત્વના ભાગને ગુમાવીને અત્યંત પીડા અનુભવી રહ્યો છું. મારા માતા અરુણા ભાટિયા આજે સવારે શાંતિની સાથે આ દુનિયા છોડીને ચાલ્યા ગયા અને હવે તેઓ બીજી દુનિયામાં મારા પિતાને મળશે. હું અને મારો પરિવાર આ સમયમાંથી પસાર થઈ રહ્યા હોવાથી પ્રાર્થના કરવાની વિનંતી કરું છું. ઓમ શાંતિ’.

હજી એક દિવસ પહેલા જ અક્ષય કુમારે પ્રાર્થના કરવા બદલ ફેન્સનો આભાર માન્યો હતો અને જણાવ્યું હતું કે આ સમય તેના પરિવાર માટે કેટલો મુશ્કેલીભર્યો છે. અક્ષય કુમારે લખ્યું હતું કે, ‘તમે લોકોએ મારા માતાના સ્વાસ્થ્યને લઈને ચિંતા દર્શાવી છે તે મારા દિલને સ્પર્શી ગઈ છે. હું તેને શબ્દોમાં વર્ણવી શકું તેમ નથી. આખરે કહેવાય છે ને, ક્યારે શુ ઘટના બને કહી ન શકાય.

અરુણા ભાટિયા હીરાનંદાની હોસ્પિટલના ICUમાં હતા. અરુણા ભાટિયા 77 વર્ષના હતા.તબિયત ખરાબ હોવાથી અક્ષય તે મમ્મીથી દૂર રહી શક્યા ન હતા અને તેઓ ફિલ્મનું શૂટિંગ છોડીને ભારત પરત આવી ગયા હતા. અરૂણા ભાટિયાને શુક્રવાર 3 સપ્ટેમ્બરના રોજ એડમિટ કરવામાં આવ્યા હતા. પરિવારના આગ્રહથી હોસ્પિટલે સારવારની તમામ માહિતી છુપાવીને રાખી હતી પરતું આજ રોજ નિધન થતા અક્ષયનાં પરિવારમાં શોકની લાગણીઓ છવાઈ ગઈ છે. ભગવાન તેમની દિવ્ય આત્માને શાંતિ આપે એજ પ્રાર્થના.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gujarati Akhbar ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!