Gujarat

Hero Splendor માટે આવી ગઇ Electric Kit, જાણો કિંમત અને ઉપયોગીતા

ભારત મા પેટ્રોલ અને ડીઝલ ના ભાવ સતત વધતા જ લોકો ઈલેકટ્રીક અને સો.એન.જી વાહનો તરફ વળ્યા અને અનેક કંપની ઓ ઈલેકટ્રીક વાહનો બનાવી રહી છે અને ભારત મા પણ જેનુ વેચાણ પ્રારંભ થયુ છે. હવે ભારતમાં સૌથી વધુ વેચાતી બાઇક Hero Splendor ની ઈલેક્ટ્રિક કિટ પણ લોન્ચ કરી દેવામાં આવી છે. જે યૂઝર્સ માટે સાચા સમાચાર છે.

હવે Hero splendor ના ચાહકો માટે સારા સમાચાર આવ્યા છે. છેલ્લા ઘણા સમય થી Hero splendor નો ક્રેઝ જોવા મળી રહ્યો છે અને હવે જે લોકો પેટ્રોલ ના રુપીયા બચાવવા માંગતા હોય તેને ઈલેક્ટ્રોનીક બાઈક નો શોક હોય તેના આટે ખુબ સારા સમાચાર કહી શકાય. કેમકે Hero splendor માટે પેટ્રોલ સીવાય નો ઓપ્શન આવી ગયો છે. Hero splendor મા હવે ઈલેકટ્રીક કીટ ફીટ કરાવી શકાય છે કેમ કે ઈલેક્ટ્રિક કિટના વપરાશ માટે RTOની મંજૂરી મળી ગઇ છે.

Hero Splendor EV કર્ન્વઝન કિટ મહારાષ્ટ્રના ઠાણે સ્થિત ઈલેક્ટ્રિક સ્ટાર્ટ અપ કંપની GoGoA1એ લોન્ચ કરી છે. જેની કિંમત 35000 રૂપિયા છે. અને કંપની નો દાવો છે કે એક વખત ચાર્જ કર્યા બાદ 151 કીલો મીટર સુધી ચાલશે પરંતુ અહી ખાસ વાત એ છે કે કીટ ફીટ કરાવવા નો ખર્ચ ઘણો વધી જાય કારણ કે કીટ નો ભાવ અને તેના પર 6300 રુપીયા GST ના લાગશે અને બેટરી કાસ્ટ પણ અલગથી આપવા પડશે. કુલ મળીને ઈવી કર્ન્વઝન કિટ અને બેટરીનો ખર્ચ 95000 રૂપિયા થઇ જશે.

અને ગાડી ની તો કીંમત ખરી જ.. હવે ટોટલ ખર્ચ ખુબ ઉંચો જઈ શકે છે. અને કંપની દ્વારા 3 વર્ષ ની વોરંટી આ કીટ ની આપવામા આવશે. પરંતુ કુલ ખર્ચ ની સામે આ વસ્તુ પરવડે કે નહી એ તો જોવાનુ રહ્યુ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gujarati Akhbar ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!