Gujarat

ગુજરાતનાં આ બાળકને બચાવી લો! અતિ ગંભીર બીમારથી પીડાતા બાળકને છે મદદની જરૂર.

આપણે સૌ કોઈ જાણીએ છે કે,થોડા સમય પહેલા જ ગુજરાતના એક નવજાત બાળકોનો જીવ સૌ ગુજરાતીઓ થકી બચી ગયો. એસ.એમ.એસ નામની બીમારી થી પીડાતા ધૈર્યરાજ નામના બાળકની બીમારીની સારવાર માટે 16 કરોડ રૂપિયાની કિંમતની જરૂર હતી અને બસ આ વાત સોશિયલ મીડિયા પર વાયરલ થતાની સાથે જ ગુજરાતભરમાં થી ગુજરાત અને ભારતભરમાં થી અનેક લોકોએ ખોબલે ખોબલે દાન આપ્યું અને આખરે આ બાળકની સારવાર થઈ ગઈ અને ખરેખર તેનો જીવ માનવતાને લીધે બચી જ ગયો.

હવે આ એક બાળકનું દુઃખ દૂર થયો તો ફરી એકવાર સોમનાથનાં જિલ્લાના આલિદર ગામના એક ખૂબ જ આર્થિકસ્થતિ નબળી ધરાવતાં પરિવારને ત્યાં આ આફત આવી છે.અઢી માસના વિવાનને મદદની જરૂર છે. તો આજે સોમનાથ ખાતે મુખ્યમંત્રીએ પણ આ બાળક માટે CM ફંડમાંથી 10 લાખ રૂપિયા આપવાની વાત કરી છે. આલીદર ગામના વાઢેર પરિવારમાં અનેક વર્ષો બાદ વિવાનનો જન્મ થયો. કહેવાય છે ને કુદરતની લીલાને કોઈ સમજી નથી શકતું પરિવારને દોઢ માસમાં જ જાણવા મળ્યું કે તેને ગંભીર બિમારી છે. 

સારવાર માટે 16 કરોડના ઈન્જેક્શનની જરૂર છે ધૈર્યરાજના માતા-પિતાની જેમ વિવાનના માતા-પિતાએ મદદ માંગી છે ગુજરાતની જનતા પાસે.ખરેખર આપણી સૌ સમક્ષ ફરી એક એવો સમય આવ્યો છે કે આપણે સૌને મદદ કરી શકીએ.ઈશ્વર આપણને મુત્યુ રોકાવાનું તો હાથમાં નથી આપ્યું પર્ટી કોઈનો જીવ બચાવવાની શક્તિ જરૂર આપી છે. આ બાળકને પોતાનું સમજીને ફરીએકવાર દાન કરીએ જેથી ધૈર્યરાજની જેમ જ આ બાળકને પણ પોતાનું નવજીવન મળે. કહેવાય છે ને કે, કુદરતની લીલા અપાર છે. માનવતાની શક્તિ થકી આ બાળકનો જીવ પણ બચી જશે. ચાલો આપણે સૌ કોઈ વિવાનને બચાવ આપણો અમૂલ્ય ફાળો આપીએ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gujarati Akhbar ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!