Entertainment

અંબાલાલ પટેલે કરી મહત્વ ની આગાહી 18 થી 24 તારીખ વચ્ચે…

આપણે સૌ જાણીએ છીએ કે ગુજરાત મા ભાદરવા મા મેઘરાજા એ ધમાકેદાર બેટીંગ કરી હતી અને જામનગર મા અને રાજકોટ મા ભારે વરસાદ પડ્યો હતો અનેક તાલુકા મા જળબંબાકાર થયો અને ઘણુ નુકશાન પણ થયુ હતુ. નુકાશાન ના સાથે સારા સમાચાર એ પણ છે કે અનેક જીલ્લા ઓ મા સિચાંઈના પાણી ની સમસ્યા હલ થશે. આ બાબતે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે એક મહત્વ ની આગાહી કરી હતી.

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે જણાવ્યું હતુ કે આગામી દિવસો મા 18 થી 24 સપ્ટેમ્બર વચ્ચે સૌરાષ્ટ્ર સહિત ના પંથક મા વરસાદ નુ જોર વધશે. આ ઉપરાંત જણાવ્યું હતુ કે ઉત્તર ગુજરાત સહિત અરવલ્લી, પાટણ, સિદ્વપુર, વિસનગરમાં સારો વરસાદ પડવાની સંભાવનાઓ જોવા મળી રહી છે જ્યારે સમી, હારીજ, બહુચરાજી, કડી સહિત સુરેન્દ્રનગર અને પંચમહાલમાં પણ વરસાદ મધ્યમથી ભારે વરસાદ ખાબકી શકે છે

જ્યારે મોટા શહેરો ની વાત કરવામા આવે તો 27 સપ્ટેમ્બર થી 5 ઑકટોબર વચ્ચે અમદાવાદ, વડોદરા, ગાંધીનગર સહિત ના શહેરો મા વરસાદ બાદ ચોમાસું વિદાય લેશે. જયારે હવામાન વિભાગ ની આગાહી પર નજર નાખીએ તો દાહોદ, પંચમહલ, અરવલ્લી, મહીસાગર, મહેસાણા, પાટણ, સહિત હળવાથી ભારે વરસાદનું અનુમાન કરવામાં આવ્યુ છે સર્ક્યુલેશનના કારણે ગુજરાતમાં સારો વરસાદ રહેશે તેવુ પણ જાણવા મળ્યુ હતુ.

હાલ રાજ્ય ના અનેક જીલ્લા મા ભારે સારોએવો વરસાદ વરસ્યો છે અને આગામી દિવસો મા કેવો વરસાદ રહે છે તેને પર ખેડૂતો ની નજર રહેશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gujarati Akhbar ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!