Gujarat

ગરમીના પ્રકોપ વચ્ચે હવે ગુજરાત પર વરસાદનું સંકટ!! હવામાન વિભાગે કરી એવી આગાહી કે ખેડૂતો ચિંતિત…આ શહેરમાં વરસાદ…

કુદરત ક્યારે શું કરે તે કોઈ નથી જાણતું! એક તરફ હાલમાં ઉનાળો ચાલી રહ્યો છે, ત્યારે આવી કાળઝાળ ગરમીમાં ગઈ કાલે ભારે વંટોળ અને આંધી સાથે ગુજરાતના અનેક શહેર અને ગામડાઓમાં વરસાદ થયો હતો અને સાથે સાથે ભારે પવન ફુંકાયો હતો. હાલમાં ફરી એકવાર હવામાન વિભાગાએ આગાહી કરી છે, જેથી આગામી દિવસો ખેડૂતો માટે ચિંતા જનક રહેશે. ચાલો અમે આપને વિગતવાર માહિતી જણાવીએ કે હવામાન વિભાગે શું આગાહી કરી છે?

હવમાન વિભાગ દ્વારા આગામી 24 કલાક માટે ગાજવીજ સાથે વરસાદની શક્યતા જણાવી છે તેમજ અનેક જિલ્લામાં વીજળી અને વરસાદને કારણે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે તથા સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં આજે અને કાલે એમ બે દિવસ વીજળી અને વરસાદનું યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ગઈકાલના રોજ ભારે ગરમી વચ્ચે પણ ભારે પવન સાથે વરસાદ અને કરા પણ પડેલી. ખરેખર ગુજરાતમાં હાલમાં એક તરફ કેરીની સીઝન ચાલી રહી છે, ત્યારૅ કેરીના પાકને પણ નુકસાન વેઠવું પડી શકે છે.

હવમાન વિભાગે આગામી દિવસોમાં પણ વરસાદની આગાહી કરી છે, આગાહી પ્રમાણે ગુજરાતમાં આગામી ત્રણ દિવસ વિવિધ જિલ્લાઓમાં વરસાદ થઇ શકે છે, જેથી આજે પણગાજવીજ સાથે ભારે પવન ફૂંકાશે અને વરસાદ વરસી શકે છે અને આવતીકાલના દિવસે નવસારી, ડાંગ, વલસાડ, દમણ, દાદરા અને નગર-હવેલીમાં તથા સૌરાષ્ટ્રમાં મોરબી, રાજકોટ, દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, દીવમાં વરસાદની શક્યતા છે.

16 મેના રોજ રાજકોટ, અમરેલી, ગીર સોમનાથ, દીવ સહિત દક્ષિણ ગુજરાતમાં તાપી, વલસાડ, નવસારી, ડાંગ, દમણ અને દાદરા અને નગર-હવેલી, 17 મેના રોજ પણ દક્ષિણ ગુજરાતમાં વરસાદની શક્યતા છે, એટલે કે આગામી ચાર દિવસ સુધી ભારે પવન સાથે વરસાદી માહોલ રહેશે. આ કારણે ખેડૂતો પણ ચિંતા મુકાયા છે અને ખેડૂતોને પણ ચેતવણી આપવામાં આવી છે, જેથી કરીને તેમના પાકને કોઈ નુકસાન ન પહોંચે. હાલમાં આ વર્ષે ભર ઉનાળે કમોસમી વરસાદનું આગમ થયું છે, ત્યારે ચોમાસામાં વરસાદનો કેવો કહેર જોવા મળે છે, તે તો સમય જ બતાવશે.

નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!