અનંત અંબાણીના વનતારાએ વિશ્વભરમાં ડંકો વગાડ્યો!! બીમાર હાથીની સારવાર કરવા માટે ટિમ પોહચી 3500 કિમિ દૂર અને… જાણો પુરી વાત
દેશના સૌથી ધનિક વ્યક્તિ મુકેશ અંબાણીના નાના પુત્ર અંનત અંબાણીના જેટલા પણ વખાણ કરીએ એટલા ઓછા છે! અંનત અંબાણી જીવદયા પ્રેમી છે અને વન્યો જીવો માટે ખાસ કરીને હાથીઓ માટે તેને વનતારા પ્રોજેક્ટ શરૂ કરેલ છે.વનતારા પ્રોજેક્ટ 600 એકરમાં ફેલાયેલો છે, અહીં બીમાર હાથીઓની સંભાળ લેવામાં માટે એશિયાની સૌથી મોટી એલિફેન્ટ હોસ્પિટલ શરૂ કરવામાં આવી છે. જ્યાં તેમની પશુચિકિત્સકો, જીવવિજ્ઞાનીઓ, રોગવિજ્ઞાનીઓ, પોષણશાસ્ત્રીઓ અને પ્રકૃતિશાસ્ત્રીઓ સહિત 500થી વધુ લોકોના વિશિષ્ટ અને પ્રશિક્ષિત સ્ટાફ દ્વારા ચોવીસ કલાક સંભાળ રાખવામાં આવે છે.
હાલમાં જ વનતારાની ટીમે ત્રિપુરા જઈને એક હાથીનો જીવ બચાવ્યો! અનંત અંબાણીના મોટા ભાઈ આકાશ અંબાણીએ સોશિયલ મીડિયા દ્વારા કહ્યું કે, Hats off to #AnantAmbani who acted promptly to save life of elephant and sent #Vantara medical team within 24 hours to Tripura.
ચાલો અમે આપને જણાવીએ કે આખરે વનતારાની મેડિકલ ટીમે એવું તે શું કર્યું કે વિશ્વભરમાં તેની નોંધ લેવાઈ રહી છે.
વાત જાણે એમ છે કે, અનંત અંબાણીની ડોકટરોની ટીમે જામનગરથી 3500 કિમી દૂર પહોંચી અને બીમાર હાથીઓને મદદ કરી હતી. પ્રાપ્ત થયેલ માહિતી અનુસાર માત્ર 24 જ કલાકમાં અનંત અંબાણીએ બીમાર હાથીની સારવાર માટે પહેલ કરી અને જામનગરથી લગભગ 3500 કિલોમીટર દૂર ત્રિપુરાના કૈલાશહરમાં ડૉક્ટરોની એક ટીમ મોકલી હતી. અહીં ડોક્ટરોએ બીમાર હાથી અને તેના બાળકની તપાસ કરીને તાત્કાલિક સારવાર પુરી પાડી. ખરેખર આ કાર્ય માટે વનતારાની મેડિકલ ટિમ તેમજ અંનત અંબાણીને નમન છે.
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.