માંથી મોટું કોઈ નહીં! એક માંએ જીવના 25 વર્ષ પોતાની દીકરી માટે સમર્પિત કરી દીધા, પૂરો કિસ્સો સાંભળી રડી પડશો.
આપણા ગુજરાતીમાં કહેવત છે કે, ” મા તે માં બીજા બધાં વગડા ન વા ” આ જગતમાં માં જેવું બીજું કોઈ થઇ જ ન શકે. માંના ખોળે દરેક સુખ સમાયેલા છે. પોતાના દુઃખોને પીને તે સંતાનને સુખ જરૂરથી પિરસશે. આજે અમે આપને એક એવી જ માંની કહાની જણાવીશું જેને પોતાનું જીવન પોતાની જ દીકરી માટે સમર્પણ કરી છે. કહેવાય છે ને માં પોતાના સંતાનના સુખ માટે જગત સામે લડી પણ લે અને એ ધારે તો જગતના નાથ પાસે પણ પોતાના સંતાનનું સુખ માંગી આવે. આજે આપણે એ જ માની મમત્વ વિષે જાણીશું જેના જીવમાં એક જ આશા છે કે પોતાની દીકરી તેના પગ પર ચાલશે. ખરેખર આ કિસ્સો સાંભળીને તમારી આંખમાં આંસુઓ આવી જશે.
એક માં પોતાના સંતાન માટે શું શું કરી શકે, તેનું જીવતું જાગતું આ ઉદાહરણ સમાજ માટે ખરેખર હ્નદયસ્પર્શી છે. આ હૃદયસ્પર્શી કિસ્સો અમદાવાદ શહેરનો છે. એક માં એ પોતાનો માતૃધર્મ નિભાવીને દુનિયાને એ સાબિત કરી બતાવ્યું કે, આ જગતમાં માં પોતાના સંતાનના જીવ માટે પોતાનું કાળજું પણ ચીરીને આપી શકે છે. ખરેખર માંનું હૈયું દરિયા જેવું વિશાળ છે, એ હૈયામાં લાગણી રૂપી મોજા સતત વહેતા રહે છે. ચાલો આ હ્નદય સ્પર્શી કિસ્સા વિશે વિગતવાર માહિતી જણાવીએ કે આખરે એ માં કોણ છે, જેને પોતાના 25 વર્ષ પોતાની દીકરીના જીવન માટે સમર્પિત કર્યા.
અમદાવાદના રહેતા નિલમબેનના ઘરે20 નવેમ્બર, 1998ના રોજ દીકરીનો જન્મ થયો હતો. આ દીકરીનું નામ જાનવી રાખ્યું. ભગવાને લક્ષ્મી રૂપી દીકરી આપી પરંતુ સાથે સાથ વિધાતાએ એવા લેખ લખ્યા કે નિલમબેનના જીવનમાં દુઃખનું એવું પોટલું આવ્યું કે તેનો ભાર જીવન ભર રહેવાનો હતો છતાં પણ આ દુઃખને ભાર નહીં પણ પોતાની જવાબદારી સમજીને હસતા મોઢે આ દુઃખને સ્વીકાર્યું. જાનવી જ્યારે 10 મહિનાની થઇ ત્યારે તેને ભયંકર તાવ આવ્યો. તેના કારણે તેને ખેંચ આવવા લાગી. વધુ પડતા તાવને કારણે 8-9 મહિનાની બાળકીનું શરીર સહન ન કરી શક્યુ અને તેને લીધે મગજમાં કોઈક ખામી સર્જાતા તેના હાથપગના સ્નાયુ ખેંચાઈ ગયા બાદ દબાઈ જતા જિંદગીભરની ખોટ રહી ગઈ.
જાનવીને સેરેબ્રલ પાલ્સી(CP) નામની બીમારી છે તેવું તબીબોએ નિદાન કર્યું. ત્યારથી જ જાનવીના માતા પિતા તેને પગભર કરવા માટે પોતાનું જીવન વ્યતિત કરતા થઇ ગયા, આ સમય ગાળામાં દીકરી માટે જીવન અપગ બની ગયું. ખરેખર આ ઘટના બાદ પણ નીલમબેનએ હિંમતભેર સાથે પોતાની દીકરીની ખોટને સ્વીકારીને પોતાની દીકરી માટે જીવન સમર્પિત કર્યું છે. જાનવીની ઉંમર આજે 25 વર્ષ છે. ધો. 10 અને 12 માં સારા ,માર્કે પાસ થઇને બી.એમાં ગ્રેજ્યુએશન પૂરું કર્યું છે તેમજ હાલમાં એમ.એનો અભ્યાસ કરે છે. ખરેખર નીલમબેને પોતાની દીકરીનું જીવન ખુબ જ સુંદર બનાવ્યુ છે. બીમારી બાદ નિયમિત ફિઝિયોથેરાપિસ્ટ પાસે સારવાર ચાલુ કરી અને અને આજે પણ તેમને આશા છે કે તેમની દીકરી તેના પગ પર જરૂર ચાલશે.