Gujarat

આવી સર્જરી દુનીયા મા પ્રથમ વાર થઈ, એક વ્યક્તિ ના હાથ બીજા વ્યક્તિ લગાવાયા

આજ ના આધુનિક યુગ મા વિજ્ઞાન શુ શુ કરી શકે છે તે આજે ફરી સાબીત કરી દીધુ સામાન્ય રીતે આપણે જોયુ હશે કે કોઈ કીડની અથવા આખ જેવા અંગો દાન કરે અને પછી તે બીજા વ્યક્તિ ના શરીર મા ઉમેરવા મા આવતા હોય છે પરંતુ એક કેસ મા હાથ ડોનેટ કરવામા આવ્યા છે અને સફળ સર્જરી કરી ને બીજા વ્યક્તિ ના શરીર મા જોડવામાં આવ્યા છે અને આવી દુનીયા ની પ્રથમ સર્જરી છે.

આ અનોખી સર્જરી આઈલેન્ડ મા કરવામા આવી છે આઈલેન્ડ ના કૉપાવેગુર ટાઉન ના 48 વર્ષીય ફેલિક્સ ગ્રેટર્સનની સર્જરી કરીને ડૉક્ટરોએ તેને નવું જીવનદાન આપ્યું છે. ફેલિક્સને એક શખ્સે બંને હાથ ડૉનેટ કર્યા છે. The Sraits Timeના રિપોર્ટ મુજબ 12 જાન્યુઆરી 1998ના રોજ ફેલિક્સ સાથે દુર્ઘટના ઘટી હતી. તે વીજળીનું કામ કરી રહ્યો હતો ત્યારે તેને જોરદાર કરંટ લાગ્યો હતો.

ત્યારબાદ તેના બંને હાથ સળગી ગયા હતા. કરંટ લાગ્યા બાદ ત્રણ મહિના સુધી ફેલિક્સ કોમામાં રહ્યો. ડોકટરોએ અનેક ઓપરેશન કર્યા બાદ તેના નિષ્ક્રીય હાથ કાઢી નાખ્યા હતા. ત્રણ મહીના બાદ કોમા માથી બહાર આવતા તે આઘાત મા સરી પડયો હતો.  ફેલિક્સ વર્ષ 2007 મા આઇસલેન્ડના પ્રોફેસર Dr. Jean Michel Dubernard ના સંપર્ક મા આવ્યો હતો

પ્રોફેસર પહેલી વખતે વર્ષ 1998મા હાથ ટ્રાન્સપ્લાન્ટ કરવાને લઈને ચર્ચામાં આવ્યા હતા. ફેલિક્સે તેમની સાથે હાથ ટ્રાન્સપ્લાન્ટ કરવાને લઈને વાતચીત કરી હતી. ફેલિક્સે પોતાની સર્જરી માટે કેમ્પેન ચલાવીને ફંડ એકત્ર કર્યું. દુર્ઘટનાના 23 વર્ષ બાદ એટલે કે વર્ષ 2021મા તેનું ઓપરેશન સફળ થયું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!