પતિની અંતિમ યાત્રા દરમિયાન પત્નીએ પોતાના પ્રાણ છોડ્યા! બંનેની અંતિમયાત્રા સાથે જોઈએ સૌની આંખો નમ થઈ ગઈ.
કહેવાય છે ને કે મુત્યુ ગમે તે સમયે દ્વારે આવીને ઉભી જાય છે. આપણે જે સપનામાં ન વિચાર્યું હોય તે ક્યારેક અનાયસે સાચું પડી જતું હોય છે. આજે આપણે એક એવી ઘટના વિશે જાણીશું કે તમારૂ હૈયું દ્રવી ઉઠશે. આમ પણ લગ્નના સાથ ફેરામાં પતિ પત્ની સાથે જીવવા મરવાના સોંગદ લે છે. ત્યારે આજે આપણે એક એવી જ ઘટનાં વિશે જાણીશું.
વાત જાણે એમ છે કે, કલોલની પંચવટી વિસ્તારની ગાર્ડન સિટીમાં બંધ મકાનમાં થયેલા બ્લા- સ્ટની બનેલી ઘટનામાં 27 વર્ષીય અમિત દવેનું ઘટના સ્થળે મોત થયું હતું, જ્યારે તેનાં પત્ની પિનલબેન અને દાદી હંસાબેન દાઝી જતાં અમદાવાદ સિવિલ ખાતે સારવાર માટે ખસેડાયાં હતાં, જ્યાં ગુરુવારે સારવાર દરમિયાન પિનલબેનનું પણ મોત થયું હતું. ઘરમાં બ્લા- સ્ટ સમયે રસોડામાં કામ કરતાં પિનલબેન દા-ઝી ગયાં હતાં અને બેભાન થઈ ગયાં હતાં અને સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યા હતા.
પરિવારમાં આવેલ અચનાક આફત થી પરિવારમાં શોકમય વાતાવરણ છવાઈ ગયું હતું .મૃતક અમિતના પિતા જનકભાઈ વિરેન્દ્રભાઈ દવે, માતા રેખાબેન અને ભાઈ રવિ અને ભાભી કેનેડા રહે છે. મૂળ લીંબડીના ચૂડાના દવે પરિવારનો અમિત પત્ની તેમજ દાદી સાથે ગાર્ડન સિટીમાં 159 નંબરના મકાનમાં ભાડે રહેતો હતો.
પૂત્રના અંતિમ સંસ્કારની તૈયારીઓ કરતા પરિવારને પુત્રવધૂ પિનલના મોતના પણ સમાચાર મળ્યા હતા, જેને પગલે પતિ-પત્ની બંનેના અંતિમસંસ્કાર સાથે કરાયા હતા. એકસાથે 2 અંતિમયાત્રા નીકળતાં પરિવાર સાથે સ્થાનિકોની આંખોમાં પણ આંસુ આવી ગયાં હતાં. ખરેખર આ દ્રશ્ય ખૂબ જ કરુણદાયક અને અશ્રુભીની કરી દે તેવું હતું આ મૃત્યુને કારણે શહેરીજનોને ઘણું આઘાત થયેલો. ભગવાન આ બંનેની દિવ્ય આત્માને શાંતિ આપે એજપ્રાર્થના કરીએ.