અલ્પિતા ચૌધરી વિડીઓ ને લઈ ને ફરી વિવાદો મા આવી ? આ વખતે વિડીઓ મા આવુ..
મહિલા પોલીસ કોન્સ્ટેબલ અને ટીકટોક સ્ટાર તરીકે જાણીતી બનેલી અલ્પિતા ચૌધરી ફરી વખત વિવિદો મા આવી શકે છે આ વખતે પણ વિવાદો નુ કારણ અલ્પિતા ચૌધરી ના વિડીઓ જ છે. અલ્પિતા ચૌધરી ના બેચરાજી મંદીર મા બનાવેલા બે વિડીઓ સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થયા છે અને સાથે અલ્પિતા ચૌધરી એ instagram પર મિડીઆ ની પણ ટીકા કરી હતી.
અલ્પિતા ચૌધરી હાલ મહેસાણા જિલ્લાના બેચરાજી ખાતે હાલ ફરજ બજાવી રહી છે. અલ્પિતા ચૌધરીએ પોલીસ વર્ધી મા બનાવેલા વિડીઓ સોસિયલ મીડીયા મા વાયરલ થતા એડિશ્નલ કલેક્ટરે તપાસના આદેશ આપ્યાં છે. આપને જણાવી દઈએ અલ્પિતા ચૌધરી આ પહેલા પણ ટીકટોક મા વીડીઓ બનાવ્યા હતા અને વિવાદ થયો હતો બાદ મા તેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા અના ફરી કોરોના કાળ મા ફરજ પર લેવામા આવ્યા હતા.
અલ્પિતા ચૌધરીનુ યુ ટ્યુબ પર એક સોન્ગ પણ છે. જે ગતી નુ નામ “ટીકટોક ની દેવાની” છે જે લાખો લોકો એ જોયુ છે. અને આ ગીત મા સિંગર જીગ્નેશ કવિરાજ છે. આ ઉપરાંત અલ્પિતા ચૌધરી ના instagram ફોલોવર મા પણ વધારો થયો હતો.હવે જોવાનું રહ્યુ કે તપાસ બાદ અલ્પિતા ચૌધરી પર શુ એક્શન લેવાય છે.