Gujarat

સામાન્ય કારણસર સુરત ની 16 વર્ષ ની વિદ્યાર્થીની એ આત્મહત્યા કરી લીધી

હાલ ના સમય મા મોબાઈલ નો ઉપયોગ સતત વધી રહ્યો છે એ પછી બાળકો હોય કે જુવાન કા પછી વૃદ્ધ દરેક લોકો ફોન ને વળગી રહે છે એમા પણ જયારે થી ઓનલાઈન શિક્ષણ ચાલુ થયુ છે ત્યાર થી દરેક બાળકો ના હાથ મા મોબાઈલ આવી ગયા છે અને અનેક એવા કિસ્સા ઓ પણ સામે આવ્યા છે કે જેમા બાળકો એ મોબાઈલ નો દુર ઉપયોગ કર્યો હોય ! આટલુ જ નહી ઘણી વાર જીવ પણ ગયા છે. અને ફરી એક વખત મોબાઈલ ના કારણે જ એક 16 વર્ષ ની વિદ્યાર્થીની નો જીવ ગયો છે.

જાણવા મળતી વિગતો અનુસાર વેડ રોડ પર આનંદ પાર્ક સોસાયટીમાં  રહેતી 16 વર્ષીય ખુશ્બુ ક્રિયાશંકર ઉપાધ્યાયે મંગળવારે બપોરે ઘરે પંખા સાથે દુપટ્ટો બાંધી ગળે ફાંસો ખાઇ લીધો હતો. ખુશ્બુ ધોરણ 11 કોમર્સ મા અભ્યાસ કરે છે અને તેના પિતા રક્ષા ચલાવે જે જયારે એક ભાઈ પણ છે. પોલીસ ના જણાવ્યા અનુસાર તેના પરિવારનાં સભ્યોએ તેની પાસેથી મોબાઇલ લઇ લીધો હતો.  આ મુદે તેને માંઠુ લાગી આવતા આ પગલુ ભર્યુ હોવાની શકયતા છે.

આ ઘટના મા પિતા એ દિકરી ને ઠપકો આપ્યો હતો અને મોબાઈલ લઈ લીધો. હતો ત્યાર બાદ ખુશ્બુ પોતાના રુમ મા જઈ ને દરવાજો બંધ કરી દીધો હતો. થોડા સમય માટે કોઈ હિલચાલ ને થતા દિકરી ના પિતા એ રુમ નો દરવાજો ખોલી ને જોયુ તો ખુશ્બુ એ ગળાફાસો ખાઈ લીધો હતો ત્યાર બાદ પરીવાર ના સભ્યો દ્વારા ખુશ્બુ ને સ્મીમેર હોસ્પિટલ ખાતે લઈ ગયા હતા પરંતુ સારવાર મળે એ પહેલા જ દિકરી નુ મોત થયુ હતુ.

આવી નાની એવી બાબત ને લઈ ને દિકરી એ આપઘાત કરી લીધો હતો અને પરીવાર દુખ મા પડી ભાગ્યો હતો. આ મામલે પોલીસને જાણ થતા પોલીસ હોસ્પિટલ પહોંચી ગઈ હતી, સાથે ઘટના સ્થળની મુલાકાત લઈ આપઘાતે મોતનો ગુનો દાખલ કરી વધુ તપાસ શરૂ કરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gujarati Akhbar ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!