Gujarat

સૈન્યમાં ફરજ બજાવતાં મેજર જીવ બચાવતા જતા 15 ફૂટ હજાર ઊંચાઈ થી પડી જતા વીરગતિને પામ્યા.

કહેવાય છે ને કે, એક જવાનનું કામ દેશવાસીઓની રક્ષા કરવી એજ જીવનના અંત સુધી તેમનું કર્તવ્ય રહે છે. ત્યારે આજે આપણે એક એવા વ્યક્તિની વાત કરવાની છે જેમણે પોતાના પ્રાણની પરવહા કર્યા વગર બીજાના પ્રાણ ખાતર પોતાના જીવનું બલિદાન આપી દીધું આ ઘટના વિશે જાણશો ત્યારે ખૂબ જ તમને દૂખ થશે અને ગૌરવ પણ અનુભવશો. ખરેખર આ ખૂબ જ સરહાનીય વાત છે અને ગૌરવ અનુભવવા જેવી વાત છે.

વાત જાણે એમ છે કે, સૈન્યમાં મેજર તરીકે ફરજ બજાવતા હતા, જ્યારે અરુણાચલ પ્રદેશના તંબૌલા ખાતે ફરજ પર હતા, ત્યારે તેનો એક સાથી 15 હજાર ફૂટની ફંડી ખાઈમાં પડવાનો હતો ત્યારે તેમને બચાવવા તે ખાઈમાં પડી ગયા. ઘાયલ અવસ્થામાં તેમને ગુવાહાટીની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા જ્યાં સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું અને આ ઘટના થી પરિવારમાં શોકમય વાતાવરણ છવાઈ ગયું.

પંકજ અરુણાચલ પ્રદેશના તંબોલામાં ફરજ બજાવતા હતા અને આ ઘટના બાદ પિતા અવધેશે જણાવ્યું કે 19 જુલાઇની બપોરે તેમને ફોન આવ્યો કે એક અકસ્માત થયો છે જેમાં પુત્ર પંકજને ગંભીર ઈજાઓ પહોંચી હતી. આ પછી તે આશિષ સાથે ગુવાહાટી હોસ્પિટલમાં પહોંચ્યા હતા. અહીંયા આવીને જાણ થયું કે પંકજ સાથીને બચાવવાનો પ્રયત્ન કર્યો હતો, પરંતુ આ દરમિયાન તે અને તેનો સાથી બ્નને ખાઈમાં નીચે પડી ગયા. ઘણા સમય પછી બંનેને બહાર કાઢવામાં આવ્યાં

પંકજ સારવાર દરમિયાન પંકજે દમ તોડી દીધો હતો, જ્યારે તેના સાથીની સારવાર ચાલી રહી હતી અને તે જોખમની બહાર છે. શનિવારે સવારે પંકજના ન-શ્વર દેહને મેઈન યુનિટ અસમ લેખપાની ખાતે લ- શ્કરી સન્માન સાથે ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું. તે પછી તેના અંતિમ સંસ્કાર ત્યાં કરવામાં આવશે.ખરેખર ભંગવાન તેમની દિવ્ય આત્માને શાંતિ આપે.ખરેખર આ જવાનને કોટી કોટી વંદન.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gujarati Akhbar ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!