“દશા મા ની મહેર” માતાજી ના એક ગીત થી જીગ્નેશ કવિરાજ ની કિસ્મત બદલાઈ, આજે આખા ગુજરાત મા…

જીગ્નેશ કવિરાજ ને કોણ નથી જાણતું ગુજરાત મા તો ઠીક પણ વિદેશો મા પણ તેના ગીતો વાગે છે એવા જીગ્નેશ કવિરાજે પોતાની જીત થી પોતાની દુનિયા બદલી છે. જીગ્નેશ કવિરાજ ની સફળતા ની વાત કરીએ તો એ આમનન નથી મળી તેના માટે તેની અથાગ મહેનત અને સંગીત પ્રત્યેનો લગાવ છે.

3 સપ્ટેમ્બર, 1988ના રોજ મહેસાણા જિલ્લાના ખેરાલુ ગામમાં જન્મેલ જીગ્નેશ માટે અને તેના પરીવાર ને સંગીત સાથે જુનો સંબંધ હતો. તેમના પિતા હસમુખભાઈ બારોટ, તેમના મોટાભાઈ વિશાલભાઈ બારોટ અને તેમના દાદા તેમજ કાકા પણ સંગીતક્ષેત્રે જોડાયેલા હતા. અને નાની ઉંમરથી જ તેઓ તેમના પિતા અને કાકા સાથે ભજનનાં પ્રોગ્રામોમાં જતા.

જીગ્નેશ કવિરાજ જયારે 13 વર્ષ ના હતા ત્યારે તની સાથે એક ઘટના બની હતી તેની વાત કરીએ તો મહોલ્લામાં એક લગ્ન પ્રસંગ હોય છે, અને ત્યાં જીગ્નેશ કવિરાજ લગ્નગીત ગાવા આવેલા વિસનગરના સંગીત સ્ટુડિયો સાથે જોડાયેલા કમલેશભાઈને એક ગીત ગાવા માટે વિનંતી કરે છે. માત્ર 13 વર્ષના જીગ્નેશ કવિરાજને જોઈ અને કમલેશભાઈ તેને એક ગીત ગાવા માટે આપે છે અને મોકા ઉપર ચોકો મારીને જીગ્નેશ કવિરાજ તેના પ્રિય મણિરાજ બારોટનું ‘લીલી તુવેર સૂકી તુવેર’ ગીત ગાય છે.

ત્યારે કમલેશભાઈ ને ગીત એટલુ ગમી જાય છે કે જીગ્નેશ ને પોતાના સ્ટુડીઓ એ બોલાવે છે અને દશામા ના વ્રત ચાવતા હોવાથી “દશામાં ની મહેર” ગીત ગવડાવે છે. અને આ ઓડીયો કેસટ લાખો ની સંખ્યા મા વેચાઈ છે ત્યારે બાદ તેને અનેક નાના મોટા પ્રોગ્રામ મા ગાવા નો મોકો મળ્યો અને આજે ગુજરાત ની સંગીત ની દુનીયા જીગ્નેશ કવિરાજ મોટુ નામ છે.

તમે અહીંથી શેર કરી શકો છો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *