Gujarat

કાચા ઘરમાં રહેનાર યુવાનો! આજે દેશની સરહદ પર રક્ષા કરી રહ્યા છે…

આપણે સૌ કોઈ જાણીએ છે કે, યુવાનો દેશની રક્ષાને કાજઉં પોતાનું જીવન ન્યોછાવર કરતા હોય છે, ત્યારે આજે આપણે જાણીશું કે તેઓ કંઈ પરિસ્થિતિમાં રહેતા હોય છે. આ એક એવું કામ છે જેમાં યુવાનો પોતાના પ્રાણની રક્ષા કર્યા વગર જ્યાં અનેક કાર્યો કર્યા છે જેના લીધે આપણે સૌ તેમના પર ગર્વ કરીએ છીએ.આજે આપણે ગુજરાતના એ યુવનોની વાત કરીશું જેઓ

ગુજરાતના એકદમ પછાત અને અંતરયાળ વિસ્તાર ગણાતાં વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના યુવાનો પણ હવે સમયની સાથે દરેક ક્ષેત્રમાં આગળ વધી રહ્યાં છે. છેલ્લા પાંચ-સાત વર્ષમાં કપરાડાના અનેક યુવાનો આર્મીમાં ભરતી થયા છે. જેમાં હાલજમ્મુ-કાશ્મીર,પંજાબ સહિતના વિસ્તારોમાં ફરજ બજાવતાં કપરાડાના 8વધુ યુવાનો દેશના સિમાડા સાચવી આપણી રક્ષા કરી રહ્યાં છે.

કપરાડાના ચાર જવાનોના ઘર કાચા છે. આજે પણ જવાનોના પરિવાજનો કાચા ઘરમાં રહેવા મજબુર છે. કાચા ઘરમાં રહીને યુવાનો આર્મીમેન સુધી પહોંચી ગયા છે, પરંતુ પોતાના વતનમાં પાકા ઘર પણ બનાવી શકયા નથી. જેથી કપરાડાના આ જવાનો આજે પણ કાચા ઘરમાં રહી દેશની રક્ષા કરી રહ્યા છે ત્યારે ખરેખર આ ગૌરવની વાત કેહવાય.

કપરાડા તાલુકાના રોહિયાતલાટ ગામ ખાતે પરિવાર સાથે રહે છે હાલ જમ્મુ-કાશ્મીરમાં આર્મી સિગ્નલ સેટેલાઇટમાં ફરજ બજાવે છે. તેમણે કહ્યું હતુ કે જ્મ્મુ કાશ્મીરનાં ડોડા જિલ્લામાં પહેલા આતંકવાદીઓનો વધુ આતંક હતો.પરંતુ હાલમાંઆતંકવાદીઓની પ્રવૃતિ ઘણી ઘટી ગઇ છે. દિવસભર એલર્ટ રહેવું પડે છે.

હાલ તે પંજાબનાં ભંટીડામાં આર્મી સિગનલ કોર્ષમાં ફરજ બજાવે છે.જે પાકિસ્તાનની બોર્ડર પર આવેલું છે.જયારે શ્રીનગરમાં ફરજ બજાવતો હતો. ત્યારે આતંકવાદીની સામે ઓપરેશનમાં તકલીફ પડી હતી. 6 કિમી સુધી ગોળીબાર ચાલ્યો હતો.

રહેવાસી: કપરાડાના આ ડુંગર ફળિયા શબરી છાત્રાલય પાસે રહે છે. ફરજ: વિશાખાપટ્ટમમાં પેરા મિલિટરી ફોર્સમાં ફરજ બજાવે છે. છત્તીસગઢમાં નકસલીના મુકાબલો કરતાં તેને પગમાં ઇજા છે. જેઓને પહેલેથી આર્મીંમાં જવાનો શોખ હતો. પરિવાર આર્થિક રીતે પછાત હોવા છતાં પણ આર્મીમાં ભરતી થયા છે.

આપણે સૌ કોઈ જાણીએ કે, દેશના  આર્મી ઓફિસરો પોતાના દેશ ને ખાતર તેમનું જીવન પણ ન્યોછવાર કરી દેશે અને તેઓ જેઓ પોતાની પરિસ્થિતિમાં રહે છે તે જોઈને આપણને સૌને ગર્વ અનુભવાશે. ત્યારે ખરેખર સલામ છે આ નવજવાનોને જેઓ આવા કપરા સમયમાં અડીખમ રહે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gujarati Akhbar ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!