Gujarat

કરા પડતા ગુજરાતનું આ ગામડું બની ગયું ‘મીની કશ્મીર’ ! વિડીયો જોઈ તમને વિશ્વાસ નહીં થાય કે આ ગુજરાત છે….જુઓ વિડીયો

હાલ તો આપણે સૌ કોઈ જાણીએ જ છીએ કે વર્તમાન સમયમાં આખા ગુજરાતની અંદર વાદળછાયું વાતાવરણ છવાયેલું છે, ક્યાંક ધોધમાર વરસાદ સાથે કરા પડી રહયા છે તો ક્યાંક વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ પડી રહ્યો છે. ઉનાળા પેહલા જ વાતાવરણમાં આવો પલટો આવી જતા ધરતી પુત્રોની ચિંતામાં વધારો થયો હતો. અચનાક રાજ્યના વાતાવરણમાં આવો પલટો આવી જતા રાજ્યનું વાતાવરણ ખુશનુમા બન્યું હતું.

હાલ એવી સંભાવના પણ સાધવામાં આવી રહી છે કે માવઠાંનું જોર તો રાજ્યમાંથી ઘટી જશે પરંતુ આવનાર પાંચ છ દિવસમાં વરસાદી વાતાવરણ યથાવત જ રહેશે.રાજ્યમાં અનેક જગ્યાએ કરા પડવાના કિસ્સાઓ સામે આવી રહ્યા છે જેના અનેક વિડીયો તથા સોશિયલ મીડિયા પર તસવીરો વાયરલ થઇ રહી છે જેને લોકો પણ ખુબ પ્રેમ આપી રહયા છે, એવામાં સોશિયલ મીડિયા પર હાલ એક ખુબ અનોખો વિડીયો વાયરલ થઇ રહ્યો છે જેને જોયા બાદ તમે પણ ચોકી જ જશો.

તમને જણાવી દઈએ કે અરવલ્લીમાં ઠેર ઠેર વરસાદ પડ્યો હતો જ્યારે પંથકના અનેક ગામડાઓમાં કરા પડવાનો પણ કિસ્સો સામે આવ્યો હતો.વાદળ છાયું વાતાવરણ તથા વાતાવરણમાં જાકળ તથા કરા પડતા અહીંના વિસ્તારના ગિરિમાળા વચ્ચે આવેલા તમામ રસ્તો એવો અનુભવ કરાવી રહયા હતા જાણે તમે શિમલા-મનાલીમાં આવેલ હોય. વાયરલ થઇ રહેલા આ વિડીયોમાં પણ આવા જ દ્રશ્યો દેખાય રહયા છે.

વિડીયોમાં તમે જોઈ જ શકો છો કે પહાડી વિસ્તારમાં કેવી રીતે બરફની ચાદર રસ્તા પર છવાયેલી છે, ખરેખર આ આપણને કાશ્મીર તથા શિમલા જેવો અનુભવ કરાવી રહ્યા છે.રસ્તા પર બરફના કરાની ચાદર પ્રસરી જતા અનેરો ખુશનુમા માહોલ જોવા મળ્યો હતો. આ માવઠાની અસર ખેડૂતો પર તો થઇ જ રહી છે પરંતુ અનેક એવી વીજળી પડવા તથા વૃક્ષ ધરાશાયી થવાની ઘટનાઓ પણ સામે આવી છે જેમાં કોઈ વ્યક્તિ ઈજાગ્રસ્ત તો કોઈ વ્યક્તિ મૌતને ભેટી જતો હોય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gujarati Akhbar ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!