ભરૂચ : દીકરો ગુમાવ્યા બાદ પણ પરિવારે માનવતા મહેકાવી! દીકરાનું મોત થતાં પરિવારે એવો નિર્ણય લીધો કે સૌ કોઈ વખાણ કરી રહ્યા છે…

અંગદાન એજ જીવનદાન સમાન છે. સુરત શહેરમાં અંગદાનના અનેક બનાવો બને છે ત્યારે હાલમાં જ એક આવી જ ઘટના ભરૂચમાં બની. આ ઘટના દુખદાયી પણ છે અને સરહાનીય પણ છે. આ ઘટના અંગે વધુ વિગતવાર જાણીએ તો ભરૂચનો મીકેનીકલ એન્જીનીયર શૈશવ ઉ.વ 24 ખેતીવાડી કરતો હતો. ૧૩ માર્ચના રોજ રાત્રે પોતાની બુલેટ પર સુણેવ ગામથી પોતાના ગામ હજાત જઈ રહ્યો હતો.

વિધિના લેખ લખ્યા શહે કે તરીયા બસ સ્ટેન્ડ, સાજોદ પાસે તેનું બુલેટ સ્લીપ થઇ જતા, તે બુલેટ પરથી નીચે પડી ગયો હતો અને માથામાં ગંભીર ઈજાઓ થવાથી બેભાન થઇ ગયો .પરિવારજનોએ તેને તાત્કાલિક અંકલેશ્વરમાં આવેલા જયાબેન મોદી હોસ્પિટલમાં દાખલ કર્યો હતો. નિદાન માટે CT સ્કેન કરાવતા બ્રેઈન હેમરેજ અને મગજમા સોજો હોવાનું નિદાન થયુ હતું.

પરિવારજનોએ તેને વધુ સારવાર મા સુરતની એઈમ્સ્ સુપર સ્પેશીયાલીટી હોસ્પિટલમાં ન્યુરોસર્જન ડૉ. હિતેશ ચિત્રોડાની સારવાર હેઠળ દાખલ કરી સારવાર શરૂ કરી હતી.મગજમાં સોજો વધુ હોવાથી ડોક્ટર દ્વારા ઓપરેશન માટે સલાહ આપવામાં આવી હતી પરંતુ ઓપરેશન પહેલા શૈશવનું હૃદય બંધ થઇ જતા એને CPR આપીને હૃદયને પાછુ ધબકતું કરવામાં આવ્યું હતું. ત્યારબાદ્ તબીબાઓએ શૈશવને બ્રેઈનડેડ જાહેર કર્યો હતો.

આ યુવકના મોત બાદ તેના પરિવારજનોએ અંગદાનનો નિર્ણય લેતા મૃત યુવકના હૃદય અને ફેંફસાનું અન્ય જરૂરિયાતમંદ દર્દીઓમાં ટ્રાન્સપ્લાન્ટ કરાયું છે. સુરતના કોસંબાના 22 વર્ષીય યુવકને હૃદય અને અમદાવાદની 40 વર્ષીય મહિલાના શરીરમાં ફેંફસાનું ટ્રાન્સપ્લાન્ટ કરાતા બંનેને નવું જીવન મળ્યું છે શૈશવના માતા મનીષાબેને પોતાના હૃદય પર પત્થર મુકીને રડતા રડતા જણાવ્યું કે જેટલા પણ અંગોનું દાન થઇ શકતું હોય તે બધા જ અંગોનું દાન કરાવજો. શરીર રાખ જ થઇ જવાનું છે ત્યારે તેના અંગદાનથી કોઈકના લાડકવાયાને નવું જીવન મળશે.

તમે અહીંથી શેર કરી શકો છો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *