આ “બા” ની હિમ્મત અને કોઠાસુજ ને સલામ ! પોતાની સાડીથી ત્રણ બાળકોના જીવ એવી રીતે બચાવી લીધા કે જાણી ને સલામ કરશો

છેલ્લુ અઠવાડીયું ગુજરાત અને મોરબી માટે ઘણુ દુખદ સાબીત થયું છે જેમા અનેક પરીવાર મોરબી ના જુલતો પુટ ટુટવાના ભોગ બન્યા છે જે આ જીવન મા ક્યારે પણ નહી ભુલી શકાય. ઘણા આખા પરિવારો ભોગ બન્યા છે ત્યારે આ ઘટના મા અનેક માનવતા મહેકાવતા અને કરુણ દૃશ્યો પણ સામે આવ્યા છે જેમા ઘણા લોકો એ પોતાના જીવ ની પરવા કર્યા વગર લોકો નો જીવ બચાવા મચ્છુ મા કુદી પડ્યા હતા જ્યારે આજે એક એવી જ મહીલા ની વાત કરીશું.

જો આ અંગે વાત કરવા મા આવે તો પુલ તૂટ્યા ની ઘટના બનતા ની સાથે જ ચારે કોર અફરા તફરી મચી ગઈ હતી ત્યારે આ ઘટના મા એક મહિલા કે જે પોતાની દીકરી અને દોહિત્રા સાથે પુલ પર હતા ત્યારે જરા પણ મુંજાયા વગર બુધ્ધિ નો ઉપયોગ કરી દીકરીના નાના બે સંતાનો સહિત ત્રણને પોતાની પહેરેલી સાડી કાઢી તેમાં લપેટીને બહાર લઇ આવ્યા હતા અને જીવ બચાવ્યો હતો.

આ મહીલા નુ નામ જયાબેન પ્રભુભાઇ જાણવા મળેલ જેવો ના પુત્ર વિક્રમભાઇએ માતા અંગે વાત કરતા જણાવ્યા હતુ કે “મારી મા મારી બહેન કે જે 19 વર્ષની હતી તેને ન બચાવી શક્યા, પરંતુ બહેનના બે નાના સંતાનો સહિત ત્રણને સાડીમાં વીંટીને બહાર લઇ આવ્યા. મારી માતાને તરતા આવડે છે. તે સાડા સાતે જ બહાર આવી શક્યા હતા પરંતુ મારી બહેનને તરતા નહોતું આવડતું અને તેની લાશ તો અમને રાતે 12 કલાકે મળી.”

ખરેખર જયાબેન ની હિમ્મત અને કોઠાસુજ ને સલામ કરવી જોઈએ જેણે પોતાની કોઠાસુજ ની ત્રણ બાળકો ના જીવ બચાવી લીધા પરતું પોતાની દીકરી ને ના બચાવી શક્યા એ કદાચ અફસરો પણ રહેશે પરંતુ આટલી ઉમરે આવી હિમ્મત બતાવવી ખરેખર ધન્યવાદ ને પાત્ર છે.

તમે અહીંથી શેર કરી શકો છો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *