મોટા શહેરો ને પણ ટક્કર મારે તેવુ આ ગામ , સુવિધા જાણી વાગશે કે…

આમ પણ ગુજરાતનાં અનેક વિકાસશીલ ગામો આવેલા છે જેમાં સૌથી સુંદર અને સ્વસ્છ ગાવ આપના સૌનું મન મોહી લેશે.ખરેખર આપણું ગુજરાત જ વિકાસશીલ રાજ્યોની હરોળમાં થયું અને ત્યાતે આજેઆપણા ગુજરાતનાએક એવા ગામ આજે વિકાસ સિલ બન્યો છે, ત્યારે ચાલો ચાલો જાણીએ આખરે શું ખાસ છે આ ગામમાં કે દેશ વિદેશમાં લોકો આંનદ માણે છે.

 

આમ પણ કહેવાયછે?કહેવાય છે ને કે ગામનો વિકાસ કલેક્ક્તરના હાહ માં આવશેઅંદાજે 2000 લોકોની વસ્તી ધરાવતું હાંડીયા ગામ વીરપુર તાલુકના 62 ગામોમાંથી નંબર વનનું સ્થાન ધરાવે છે. એક આદર્શ ગામમાં હોવી જોઈએ તેવી તમામ સુવિધાઓ હાંડીયા ગામમાં છે. આખું ગામ આરોનું સ્વચ્છ પાણી પીવે છે. ગામમાં 50 જેટલાં CCTV કેમરા ફીટ કરવામાં આવ્યા છે. ગામના ખૂણે ખૂણેથી લઈને ગામ બહાર બે કિલોમિટર સુધી વાઈફાઈની સુવિધા મળી રહે છે .

ગામમાં કોઈ ખૂણામાં તમને ધૂળ કે માટી જોવા નહીં મળે
હાંડિયા ગામમાં આંગણવાડી, પ્રાથમિક શાળા, પોસ્ટ ઓફિસ, દૂધ મંડળી અને અધતન ગ્રામ પંચાયતનું બિલ્ડિંગ છે. આ ઉપરાંત ગામમાં બધા ઘરો ગટર સાથે જોડાયેલા છે અને 100 ટકા શૌચાલયો છે. ગામમાં કોઈ ખૂણામાં તમને ધૂળ કે માટી જોવા નહીં મળે, તેમજ બાળકો માટે આધુનિક સાધનો સાથે પ્લે સ્ટેશન પણ બનાવવામાં આવ્યું છે. પંચાયત દ્વારા ગામ માટે પોતાનુ ફોગીંગ મશીન વસાવવામાં આવ્યું છે અને મનોરંજન માટે ઓપન એર થીયેટર પણ બનાવવામાં આવ્યુ છે.

ગામમાં પબ્લિક એડ્રેસીંગ સિસ્ટમ એટલું જ નહીં ગામમાં પબ્લિક એડ્રેસીંગ સિસ્ટમ ઉભી કરવામાં આવી છે. જેમાં ગામના ઘરે ઘરે સંભળાય તેવી સાઉન્ડ સિસ્ટમ ઉભી કરવામાં આવી છે. જેના દ્વારા સરકારી યોજનાઓ કે લોકઉપયોગી કામોની જાહેરાત કરવામાં આવે છે. આ ઉપરાંત ગામના સરપંચ દુનિયાના કોઈ પણ ખૂણેથી ગામલોકોને સંબોધી શકે તેવી વ્યવસ્થા પણ ઉભી કરવામાં આવી છે.તેમજ આ ગામમાં અનેક વૃક્ષ રોપવામાં આવ્યા છે જેથી કરીને આ ગામ પ્રદૂષણ મુક્ત બનશે.

તમે અહીંથી શેર કરી શકો છો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *