Health

બટાકા ની છાલ ફેંકતા પહેલા બટાકા ની છાલ ના ફાયદા જાણી લેવા જોઈએ ! ખુબ ઉપયોગી છે

ગુજરાત ના કોઈ પણ શહેર મા જાવ ભુંગળા અને બટેટા બધે મળી રહે અને નાના થી માંડી વડીલો ને પણ બટાટા ખાવા ગમતા હોય છે અને આપણે ત્યા બટેટા ભોજન મા વધુ લેવાતા હોય છે. ત્યારે આપણે જાણી શુ કે બટેટા ની છાલ નો ઉપયોગ આપણે કઈ કઈ રીતે કરી શકીએ છીએ.

સામાન્ય રીતે બટાકા મા રહેલા પોષક તત્વો ની વાત કરવામા આવે તો બટાકામાં પ્રોટીન, કાર્બોહાઇડ્રેટ, પ્રોટીન, વિટામિન સી, વિટામિન બી6 અને અનેક પોષક તત્વો રહેલા હોય છે. આ ઉપરાંત તેની છાલ ની વાત કરવામા આવે તો એમા પણ પમ ઘણા પોષક તત્વો રહેલા છે જે ખાસ કરીને ત્વચા ની સમસ્યા અને કબજિયાત ની સમસ્યા માથી છુટાકરો અપાવી શકે છે. જે લોકો ને લાંબા સમય થી જો કબજીયાત રહેતી હોય તો બટાકા નો છાલ ખુબ ઉપયોગી છે.

સામાન્ય રીતે લોઈ ની કમી હોય તેને એનીમિયા કહે છે અને ડોકટર આપણ ને સલાહ આપતા હોય છે કે લીલા શાકભાજી ખાવા પરંતુ લીલા શાકભાજી ની જગ્યા એ આપણે બટાકા ની છાલ નો ઉપયોગ કરી શકીએ છીએ આ ઉપરાંત જે લોકો ને આખ નીચે કાળા ડુંડાળા પડતા હોય તેને પણ બટાકા ની છાલ નો ઉપયોગ કરવો જોઈએ. બટાકા ની છાલ પીસી ને તેનો રસ આંખ નીચે લગાવવો જોઈએ.

બટાકા ની છાલ ના અન્ય ઉપયોગો જોઈએ તો શરીર ના કોઈ ભાગ પર દાજયો હોય તો ત્યા બટાકા ની છાલ લગાવવા થી બળતરા મા રાહત થશે. આ ઉપરાંત વાયુ દુર કરનાર, બળ આપનાર, વીર્યને વધારનાર હોય છે. એટલે બટાકાની છાલ નો ઉપયોગ આપણે જ્યારે બટાકાનો ઉપયોગ કરીએ ત્યારે તેની છાલ સહિત જ બનાવવા જોઈએ.

સામાન્ય રીતે આપણે બટાકા ને બાફતા વખતે છાલ ઉતારી ને બાફતા હોઈ એ છીએ પરંતુ આમ ના કરવુ જોઈએ કેમ કે બટાકા ની છાલ ખુબ ફાયદાકરક છે ખાસ કરી ને કોલેસ્ટ્રોલ,બ્લડપ્રેશરની
સમસ્યા ધારાવતા લોકો ને બટાકા ની છાલ ખુબ ફાયદાકરક છે એક બટાકાની છાલ માં 110 કેલરી હોય છે.

આ આર્ટિકલમાં બતાવવામાં આવેલ કોઇપણ પ્રકારની સલાહ, સુચન તથા કોઇ પણ નુસ્ખા, પુસ્તકો તથા ઈન્ટરનેટ પરથી ધ્યાનમાં રાખીને દર્શાવવામાં આવેલ છે, તેમ છતા કોઇપણ પ્રયોગ કરતા પહેલા ડોક્ટરની સલાહ લેવી જ જોઈએ. અહીંયા દર્શાવેલા નુસખા દરેક વ્યક્તિની તાસીર પ્રમાણે કામ કરે છે. આડઅસર તથા કોઇપણ પ્રકારના નુકશાન માટે Gujarati Akhbar જવાબદાર રહેશે નહી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gujarati Akhbar ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!